Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં વાવાઝોડું : ભારે પવનથી ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી પડ્યો, ઈજાગ્રસ્ત થયા

વડોદરામાં વાવાઝોડું : ભારે પવનથી ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી પડ્યો, ઈજાગ્રસ્ત થયા
  • ગોત્રી હોસ્પિટલના ડીપીમાં વરસાદને કારણે ઉતર્યો હતો. જેથી ડીપી પાસેનો રસ્તો બેરિકેટ લગાવી બંધ કરાયો
  • જાંબુવા બ્રિજ પાસે લગાવવામાં આવેલા સ્વાગત હોર્ડિંગ્સ બાઇક પર પસાર થઇ રહેલા પિતા-પુત્ર પડતા બંને ઇજાગ્રસ્ત થયા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાંથી તૌકતે વાવાઝોડું પસાર થયું નથી, પણ તેની વ્યાપક અસર જોવા મળી છે. સમગ્ર વડોદરા જિલ્લામા ભારે પવન સાથે ગત રાત્રિથી વરસાદ તૂટી પડ્યો છે. સતત વરસાદનો મારો ચાલુ છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સવારના 9 વાગ્યાની આસપાસ મોટાભાગના તાલુકાઓમાં પ્રતિ કલાક 60 કિ.મી.થી વધતી ઓછી ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ત્યારે આવામાં વડોદરાની ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી પડતા તે ઘાયલ થયા છે. તો બીજી તરફ, જાંબુવા બ્રિજ પાસે લગાવવામાં આવેલા સ્વાગત હોર્ડિંગ્સ બાઇક પર પસાર થઇ રહેલા પિતા-પુત્ર પડતા બંને ઇજાગ્રસ્ત થયા હતા.

fallbacks

મહાદેવે મુસીબતમાંથી ઉગાર્યા, આટલી મોટી આફત સામે સોમનાથ મંદિરની એક કાંકરી પણ ન ખરી

નર્સ પર કાચ પડતા ઈજાગ્રસ્ત

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. ભારે પવનને કારણે એક નર્સ પર કાચ પડ્યો હતો. વાવાઝોડાના કારણે હોસ્પિટલનો એક કાચ નર્સ પર પડ્યો હતો. નર્સ હોસ્પિટલના પ્રાંગણમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જેમા તેમના હાથના ભાગે ઈજા થઈ છે. નર્સને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. તો સાથે જ ગોત્રી હોસ્પિટલના મેઈન ગેટના કાચના દરવાજા પણ ભારે પવનના મારથી તૂટ્યા હતા. દરવાજા તૂટતાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે. આ કારણે હોસ્પિટલ પરિસરમાં વરસાદી પાણી પણ ઘૂસ્યું છે. 

તૌકતેનું તાંડવ દર્શાવતા 5 Video, લોકોની નજર સામે મોબાઈલ ટાવર ઢળી પડ્યો...

પિતા-પુત્ર પર હોર્ડિંગ્સ પડતા ઘવાયા

જાંબુવા પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલું સ્વાગત હોર્ડિંગ્સ ધડાકા સાથે તૂટી પડ્યું હતું. ધડાકા સાથે તૂટી પડેલા હોર્ડિંગ્સ નીચે જાંબુવા ગામ પાસે આવેલા આર્યન સોસાયટીમાં રહેતા ગણેશભાઇ છગનભાઇ પરમાર(ઉં.વ.40) અને તેમના પુત્ર હિતેન્દ્ર પરમાર (ઉં.વ.19) દબાઇ જતા ઇજાગ્રસ્ત થયા હતા.

fallbacks

ગોત્રી હોસ્પિટલમાં ઝાડ તૂટ્યુ

વડોદરામાં તૌકતે વાવાઝોડાને લઈ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. ભારે પવનના કારણે ગોત્રી હોસ્પિટલમાં ઝાડ ધરાશાયી થવાની ઘટના બની હતી. ઝાડ ધરાશાયી થતાં હોસ્પિટલનો એક તરફનો રસ્તો બંધ થયો હતો. જેથી લોકોની અવરજવર બંધ થઈ  હીત. તેથી ફાયર વિભાગ દ્વારા ઝાડને રસ્તા પરથી દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી. ગોત્રી હોસ્પિટલના ડીપીમાં વરસાદને કારણે ઉતર્યો હતો. જેથી ડીપી પાસેનો રસ્તો બેરિકેટ લગાવી બંધ કરાયો છે. 

વિનાશ વેર્યા બાદ જાણો ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે તૌકતે વાવાઝોડું...

તૌક્તેની અસર વડોદરાના મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ પર પડી છે. ભાવનગર, દહેજ, ઝગડીયા અને ભરૂચના પ્લાન્ટમા પાવર સપ્લાય ભારે પવનને કારણે ખોરવાયો છે. આ કારણે મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પણ ઠપ્પ થયું છે. આ પ્લાન્ટમાથી જ વડોદરાને ઓક્સિજન મળે છે. ત્યારે વડોદરા તંત્રએ જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ્સને ડીઝલ જનલેટરથી ચાલુ રાખ્યા છે. તેમજ 20 ટનનો બફર સ્ટોક પણ રખાયો છે. સ્પેરમાં બફર સ્ટોક રખાતા વડોદરાનુ ઓક્સિજન સંકટ ટળ્યુ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More