Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા વધુ એક સગીરા પર વિધર્મી દ્વારા દુષ્કર્મ, પોલીસને નિવેદન આપતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી દીકરી

Vadodara Rape Case : વડોદરામાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો ભોગ... ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પર વિધર્મીએ આચર્યું દુષ્કર્મ... સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા વિધર્મી સગીરાને કરતો હતો ટોર્ચર..

વડોદરા વધુ એક સગીરા પર વિધર્મી દ્વારા દુષ્કર્મ, પોલીસને નિવેદન આપતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી દીકરી

Vadodara News : આ નવરાત્રિ ગુજરાતની દીકરીઓ માટે ભારે પડી છે. જ્યારથી નવરાત્રિ શરૂ થઈ છે, ત્યારથી ગુજરાતની દીકરીઓ પર દુષ્કર્મની ફરિયાદોથી ગુજરાતની ધરા હચમચી ગઈ છે. ત્યારે હવે વધુ એક સગીરા શિકાર બની છે. વડોદરામાં વધુ એક સગીરા વિધર્મીનો ભોગ બની છે. ધો. 12 સાયન્સની વિદ્યાર્થીની સાથે વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, માંજલપુરના ગરબા મેદાનમાં સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા વિધર્મી યુવક સગીરાને ટોર્ચર કરતો હતો. સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દિવાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વાજીદશા દિવાનની ધરપકડ કરી છે. 
 
આરોપી વાજીદશા દિવાને સગીરાને ગયા મહિને બે વખત મિત્રના ઘરે લઇ જઇને જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા માંજલપુર વિસ્તારમાં ગરબા રમવા જાય છે, ત્યાં આરોપી વાજીદશા દિવાન પણ પહોચી જતો. પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More