Home> Gujarat
Advertisement
Prev
Next

બહારની પાણીપુરી ખાનારા સાવધાન, આ વીડિયો જોશો તો ક્યારેય બહારની પાણીપુરી નહિ ખાઓ

Panipuri Video Viral : વડોદરાનાં દાંડિયાબજારમાં પાણીપુરીવાળાએ તપેલાંમાં પગથી બટાકા ધોયા,,, વીડિયો વાયરલ થતાં પાણીપુરીની લારીવાળો લારી છોડીને થયો ફરાર,,,ખોરાકી શાખા કાર્યવાહી કરવા પહોંચી પણ પાણીપુરી વાળો ન મળ્યો
 

બહારની પાણીપુરી ખાનારા સાવધાન, આ વીડિયો જોશો તો ક્યારેય બહારની પાણીપુરી નહિ ખાઓ

Vadodara News : પાણીપુરીએ ભારતીયોનો ફેવરિટ નાસ્તો છે. પાણીપુરી ઘર કરતા બહારની ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. ભઈ્યા ઔર એક... કરીને ચાંઉથી પાણીપુરી ખાતા હોવ તો હવે ચેતી જજો. કારણ કે, એક એવો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને તમને બહારની પાણીપુરી ખાવાની ચીતરી ચઢશે. પાણીપુરીના બટાકા પગથી ધોતો હોય તેવો વીડિયો વડોદરા શહેરમાં વાયરલ થયો છે. 

fallbacks

બહારની પાણીપુરીનો ચટાકો હોય તો હવે સાવધાન થઈ જજો. વડોદરામાં પાણીપુરીની લારીવાળાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. દાંડિયાબજારમાં એક પાણીપુરીવાળાએ તપેલાંમાં પગથી બટાકા ધોયા હતા. કોઈ જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ત્યારે વીડિયો વાયરલ થતાં પાણીપુરીની લારી છોડી રાતોરાત ફરાર થઈ ગયો છે. 

કાળજું કઠણ કરીને વાંચજો : દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ વરરાજાના મોતના સમાચાર આવ્યા

 

 

 

આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા ધોઈ રહ્યાં છે. તેઓ પગથી રગડી રગડીને બટાકા સાફ કરી રહ્યાં છે. તો કેટલાક બટાકા રોડની નીચે કાદવવાળા ગંદા પાણીમાં પડી જાય છે, તો તે પણ તે ઉઠાવીને અંદર મોટી તપેલીમાં નાંખી દે છે. જો આ જોયા બાદ પણ તમને બહારની પાણીપુરી ખાવાનું મન થાય તો ચેતી જજો. કારણ કે, આવી પાણીપુરી કેટલાયના જીવ લઈ શકે છે. 

શહેરના ભરચક રોડ પર જાહેરમાં જ બિન્દાસ્ત સ્વાસ્થય સાથે ચેડાં થઈ રહ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવ્યુ હતું. ખોરાકી શાખા કાર્યવાહી કરવા પહોચીં પણ પાણીપુરીવાળો ન મળ્યો. 

જામનગરના કલેક્ટરને આવ્યો હાર્ટ એટેક : મોડી રાતે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More