Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં અસામાજિક તત્વો બેફામ, દારૂ પીધેલા વ્યક્તિએ પોલીસની ગાડીને ઉડાવી દીધી

શહેર સમગ્ર ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે પરંતુ છેલ્લા થોડા સમયમાં જે પ્રકારે વિવિધ નશાઓનું દુષણ વધ્યું છે તેના કારણે અસામાજિક તત્વો પણ બેફામ અને બેખોફ બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે આ અસામાજિક તત્વો પોલીસની જ આબરૂ ઉતારી રહ્યા છે. પહેલા પોલીસ મલાઇની લાલચે જેમને ઉછેરીને મોટા કરે છે તે જ અસામાજિક તત્વો પછી એક સમયે તેના માથે ચડી જાય છે. વડોદરામાં હવે આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં મધરાતે યુવાને પોલીસની ગાડીઓ ઠોકી દીધી હતી. 

વડોદરામાં અસામાજિક તત્વો બેફામ, દારૂ પીધેલા વ્યક્તિએ પોલીસની ગાડીને ઉડાવી દીધી

વડોદરા : શહેર સમગ્ર ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે પરંતુ છેલ્લા થોડા સમયમાં જે પ્રકારે વિવિધ નશાઓનું દુષણ વધ્યું છે તેના કારણે અસામાજિક તત્વો પણ બેફામ અને બેખોફ બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે આ અસામાજિક તત્વો પોલીસની જ આબરૂ ઉતારી રહ્યા છે. પહેલા પોલીસ મલાઇની લાલચે જેમને ઉછેરીને મોટા કરે છે તે જ અસામાજિક તત્વો પછી એક સમયે તેના માથે ચડી જાય છે. વડોદરામાં હવે આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં મધરાતે યુવાને પોલીસની ગાડીઓ ઠોકી દીધી હતી. 

fallbacks

Saputara થી આવી રહેલી બસ ખીણમાં ખાબકી, 2 મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત

શરાબના નશામાં ચકચુર થઇને ગાડી ચલાવી રહેલા યુવાને પોલીસની ઉભેલી વાનમાં જ ગાડી ઠોકી દીધી હતી. પોલીસની ઉભેલી ગાડીને યુવાને પોતાની ગાડી ફુલ સ્પીડમાં અથડાવી હતી. નશામાં વાહન હંકારતા બીજાના જીવ મુકાય જોખમમાં મુક્યા હતા. ગત રોજ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. બ્રિજેશ પરમાર નામનો યુવક કાલાઘોડાથી પોતાના ઘર તરફ જતો હતો. પીધેલી હાલતમાં ગાડી હંકારીને તે રેલ્વે સ્ટેશન તરફ જતો હતો. સયાજીગંજ પોલીસની ગાડીઓ પોલીસ સ્ટેશનની સામે જ ઉભી હતી. 

NAVSARI માં પુર્ણા નદી બે કાંઠે, બે પુલ ડુબ્યા, બે ગામ સંપર્ક વિહોણા

જો કે સદનસીબે પોલીસ જીપમાં કોઇ બેઠેલું નહોતું. સમગ્ર સ્ટાફ પોલીસ સ્ટેશનમાં હતો. પોલીસની ગાડી પોલીસ સ્ટેશનની બહાર પડી હતી. વડોદરા પોલીસની શી ટીમની આ ગાડી પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલી હતી. પોલીસ સ્ટેશનની શી ટીમની ગાડીને બ્રિજેશે ફૂલ સ્પીડમાં અથડાવતા બંન્ને ગાડીના ફુરચા ઉડી ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સયાજીગંજ પોલીસે કાર ચલાવનારની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક સારવાર બાદ તેની પુછપરછ પણ હાથ ધરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More