રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવનારા હવસખોર ડોક્ટરની પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. આ લંપટ ડોક્ટર મહિલા દર્દીઓને પોતાની કામજાળમાં ફસાવીને તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. ડોક્ટરની આ કામલીલાના વીડિયો વાઈરલ થતા હોબાળો મચ્યો છે. વડોદરા પોલીસે આ લંપટ ડોક્ટરની મોડી રાતે ધરપકડ કરી લીધી.
વીડિયો જોવા માટે કરો ક્લિક- વડોદરામાં પાપી તબીબનો સેક્સ વીડિયો વાઇરલ
મળતી માહિતી મુજબ મોડી રાતે વડોદરા પોલીસે આ ડોક્ટરને દબોચ્યો. વીડિયો વાઈરલ થતા ડોક્ટર ફરાર થઈ ગયો હોવાનું કહેવાતું હતું. જો કે પોલીસ ડોક્ટરની પણ ફરિયાદ લેશે. ડોક્ટરનું અપહરણ કરીને ખંડણી માંગવાનો કેસ રજિસ્ટર કરાશે. ડોક્ટરની દુષ્કર્મના ગુના બદલ ધરપકડ કરાઈ છે.
શું છે મામલો?
અત્રે જણાવવાનું કે તાજેતરમાં વડોદરાના અનગઢના એક તબીબની કામલીલાના વીડિયો વાઈરલ થયો હતાં.જે જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. અનગઢના ગોત્રી રોડ પર રહેતો આ કામુક તબીબ પ્રેક્ટિસ દરમિયાન મહિલા તબીબ સાથે સેક્સ કરી રહ્યો હોવાનો વીડિયો હાલ વાઈરલ થયો હતો. કહેવાય છે કે તબીબના ત્યાં કામ કરતી કોઈ વ્યક્તિએ જ તબીબને બ્લેકમેઈલ કરવાના ઈરાદે આ વીડિયો ઉતાર્યા હતો. વીડિયો વાઈરલ થતા હાલ તબીબ ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ વડોદરાના ગોત્રી રોડ પર અનગઢના એક તબીબ પ્રતિક જોશીની સેક્સલીલાનો વીડિયો ખુબ વાઈરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું કે તબીબ મહિલા દર્દી સાથે અશ્લીલ હરકતો કરે છે. મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે સેક્સ માણી રહ્યો છે. વીડિયો વાઈરલ થતા સ્થાનિકોએ તબીબને માર માર્યો હોવાની પણ ચર્ચા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે