Home> Gujarat
Advertisement
Prev
Next

બાળકોની સુરક્ષા માટે વડોદરા પોલીસનો મોટો નિર્ણય, સ્કૂલની ગાડીઓમાં CCTV કર્યા ફરજિયાત

આજે નાની બાળકીઓ પણ જાતીય સતામણી તથા દુષ્કર્મનો ભોગ બની રહી છે. ખાસ કરીને સ્કૂલ વાન કે બસમાં જતી બાળકીઓને ડ્રાઈવરો દ્વારા સતામણી કરવામાં આવતી હોય છે. આવામાં આ પ્રકારની સતામણી રોકવા માટે વડોદરા પોલીસ (vadodara police) દ્વારા પ્રશંસનીય પગલુ લેવામાં આવ્યું છે. સ્કુલ વર્દીના વાહનોમાં વિદ્યાર્થીનીઓ સાથે થતી સતામણીના મામલામાં વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્કુલ વાન, રીક્ષા અને બસમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ કર્યાં છે. સાથે જ કેમેરાની લાઈવ ફીડ કે લિંક બાળકોના માતાપિતા અને સ્કુલના પ્રિન્સીપાલને આપવા આદેશ કર્યો છે.  

બાળકોની સુરક્ષા માટે વડોદરા પોલીસનો મોટો નિર્ણય, સ્કૂલની ગાડીઓમાં CCTV કર્યા ફરજિયાત

રવિ અગ્રવાલ/વડોદરા :આજે નાની બાળકીઓ પણ જાતીય સતામણી તથા દુષ્કર્મનો ભોગ બની રહી છે. ખાસ કરીને સ્કૂલ વાન કે બસમાં જતી બાળકીઓને ડ્રાઈવરો દ્વારા સતામણી કરવામાં આવતી હોય છે. આવામાં આ પ્રકારની સતામણી રોકવા માટે વડોદરા પોલીસ (vadodara police) દ્વારા પ્રશંસનીય પગલુ લેવામાં આવ્યું છે. સ્કુલ વર્દીના વાહનોમાં વિદ્યાર્થીનીઓ સાથે થતી સતામણીના મામલામાં વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્કુલ વાન, રીક્ષા અને બસમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ કર્યાં છે. સાથે જ કેમેરાની લાઈવ ફીડ કે લિંક બાળકોના માતાપિતા અને સ્કુલના પ્રિન્સીપાલને આપવા આદેશ કર્યો છે.  

fallbacks

ઘરે બેઠા બેઠા વાલીઓ સ્કુલ વાહનોમાં પોતાના બાળકોને જોઈ શકશે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં આ પ્રકારનો આદેશ કરાયો છે. તો સાથે જ જાહેરનામાનો અમલ ન કરનારા સ્કુલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી શકાશે. આમ, માતાપિતા આરામથી પોતાના સંતાનોને કોઈ પણ ડર વગર સ્કૂલમાં મોકલી શકશે. 

સમગ્ર ગુજરાતમાં માત્ર વડોદરામાં જ આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતી તખા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ, વાન તથા બસના માલિકોએ હવેથી ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. આ કેમેરાની સાથે જ કોલેજ-સ્કૂલના પ્રિન્સીપાલ અને મેનેજમેન્ટને મોબાઈલ ફોન, કમ્પ્યૂટર અને લેપટોપ પર તેની લિંક મળી રહે તેવા પણ સૂચનો કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More