Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડમાં નવો ખુલાસો : અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી

Vadodara Hit And Run : વડોદરામાં રક્ષિતકાંડ અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી... બ્રેક પર પગ મુક્યો જ નહોતો, વોક્સવેગનની ઓટોમેટિક બ્રેક એક્ટિવ થઈ ને કાર ઊભી રહી; ચાર્જશીટ તૈયાર
 

વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડમાં નવો ખુલાસો : અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી

Vadodara Rakshitkand વડોદરા : વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડ હિટ એન્ડ રન કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. રક્ષિતે પોતાની કારને બ્રેક જ મારી ન હતી. વોક્સવેગન ઓટોમેટિક બ્રેક એક્ટિવ થતા કાર ઉભી રહી હતી. 

fallbacks

કારેલીબાગમાં રક્ષિત ચૌરસીયા હિટ એન્ડ રનના મામલે ચાર્જશીટ તૈયાર કરાઈ છે. કારેલીબાગ પોલીસે આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરી છે. 12 સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં પોલીસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. 

ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે, અકસ્માત બાદ પણ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 કિમીની રહી હતી. કારની મલ્ટી ક્લોઝન બ્રેક એક્ટિવ થતા કાર ઓટોમેટિક ઊભી રહી હતી. સાથે જ એ પણ સામે આવ્યું કે, રક્ષિતે બ્રેક પર પગ ન મૂક્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું. 

રક્ષિતે બ્રેક મારી જ ન હતી - રિપોર્ટમાં ખુલાસો 
આરોપી રક્ષિત ચોરસીયા જે કાર ચલાવતો હતો તે કારના ડેટા પોલીસને મળી ગયા છે. પોલીસે જર્મની મોકલેલા ડેટાનો વોક્સ વેગન કંપનીએ રિપોર્ટ મોકલી આપ્યો છે. જેમાં અકસ્માત સમયે રક્ષિતની કારની સ્પીડ 130 ની રફતાર હોવાનું સામે આવ્યું છે. રક્ષિતે બ્રેક પણ મારી ન હતી, ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી હોવાનું બહાર આવ્યું છે. 

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક, સગીરા હવે જયરાજસિંહને ભરાવશે!

જર્મનીથી આવ્યો કારનો રિપોર્ટ 
વડોદરાના કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીનું મોત નિપજ્યું છે. આ દરમિયાન કારની સ્પીડ શું હતી, કારની બ્રેક લગાવી હતી કે નહીં અને એરબેગ ક્યારે ખૂલી, તે તમામ વિગતો કારની ચિપમાં છે. ફોક્સવેગન કંપનીના પૂણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલ ફોક્સવેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને કારનો તમામ ડેટા તેઓ લઈ ગયા છે. તેઓએ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલ્યો હતો. ત્યારે હવે રક્ષિતની કારનો રિપોર્ટ જર્મનીથી આવી ગયો છે. 

હોળીએ બની હતી રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રનની ઘટના 
હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આરોપી કાર ચાલક રક્ષિત ચૌરસિયા દ્વારા કારની અડફેટે ત્રણ વાહનોને લીધા હતા. જે પૈકી એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ચકચારી ઘટનામાં આરોપી હાલ જેલ હવાલે છે. દરમિયાન પોલીસ દ્વારા તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે. 

આજે અડધા અમદાવાદમાં પાણી નહિ આવે, આ વિસ્તારવાળા આજે પાણી ભરી રાખજો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More