Home> Gujarat
Advertisement
Prev
Next

સિક્કીમમાં વાદળ ફાટતા ગુજરાતનો રાણા પરિવાર ફસાયો, બે દિવસથી કોઈ સંપર્ક નથી

Sikkim Cloud Brust After Landslide:  : સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલનની ઘટના... વડોદરાથી ફરવા ગયેલા પરિવારના 9 લોકો ફસાયા... બે દિવસથી સંપર્ક ન થતા પરિવારજનો બન્યા ચિંતિત

સિક્કીમમાં વાદળ ફાટતા ગુજરાતનો રાણા પરિવાર ફસાયો, બે દિવસથી કોઈ સંપર્ક નથી

Vadodara News : ગુજરાતીઓનું વેકેશન હજી પૂરું થયુ નથી. હજી પણ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગુજરાતીઓ પ્રવાસમાં છે. ત્યારે સિક્કીમ ગયેલા વડોદરાનો રાણા પરિવાર ફસાયો છે. સિક્કીમમાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં વડોદરાથઈ ગયેલો રાણા પરિવાર ફસાયો છે. આ પરિવારનો બે દિવસથી કોઈ સંપર્ક નથી. જેથી વડોદરામાં રહેતા તેમના સ્વજનો ચિંતામાં મૂકાયા છે. રાણા પરિવારના 9 સભ્યોનો બે દિવસથી કોઈ અત્તોપત્તો નછી. 

fallbacks

પરિવારજનો ચિંતાતુર બન્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનો રાણા પરિવાર વેકેશન હોવાથી સિક્કીમ ફરવા ગયો હતો. સિક્કિમના લાચુંગમાં ફરવા ગયેલ વડોદરાનું પરિવાર ત્યા ફસાયો છે. સિક્કિમમાં અચાનક વાદળ ફાટતાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં અનેક લોકો ફસાયા છે. વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો પણ ફસાતા વડોદરામાં રહેતા પરિવારના અન્ય સભ્યો ચિંતામાં મૂકાયા છે. 

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકા

સિક્કીમમાં ફરવા ગયેલા પરિવાર

  • કલાવતીબેન રાણા
  • રાવીશભાઈ રાણા
  • જલ્પાબેન રાણા
  • જ્યોત્સનાબેન રાણા
  • જીનલ રાણા
  • જયશ્રીબેન રાણા
  • અશોકભાઈ રાણા
  • જૈનેશભાઈ રાણા
  • રેખાબેન રાણા

વડોદરાના સમા સ્વાતિ સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બે દિવસથી પરિવારના એક પણ સભ્યોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. પરિવારમાં તમામ સભ્યો આજે હવાઈ મારફતે પરત વડોદરા આવવાના હતા પણ હજી સુધી કોઇ સંપર્ક નથી થઈ રહ્યો. 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે તમામ લોકો સિક્કિમ ફરવા ગયા હતા. પરિવારમાં રામચંદ્રભાઈના બે મોટા બહેન, એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો હતો.

સ્વજનોએ સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માંગ કરી છે. તો ઝી 24 કલાક સાથે વાતચીત કરતાં સમયે નીતાબેન રાણા રડી પડ્યાં હતા. પરિવારના સભ્યોની ચિંતામાં નિતાબેનની આંખમાં આંસુ આવ્યા હતા. રડતાં રડતાં નીતાબેન બોલ્યા, અમારા પરિવારના સભ્યોની સુરક્ષિત ઘરે પાછા લાવો સરકાર. 

સિક્કીમમાં મુસાફરો ફસાયા 
ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અવિરત વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનને કારણે 15 વિદેશીઓ સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. મુખ્ય સચિવની કચેરીએ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે મિન્ટોકગંગમાં એક બેઠક યોજી હતી. ભૂસ્ખલનને કારણે મિલકતોને નુકસાન થયું છે.

જિંદગીની જંગ હારી ગઈ આરોહી! બોરવેલમાં પડેલી બાળકીનું 17 કલાક બાદ મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More