Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા રેપ કેસ : પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ અને અલ્પુ સિંધી વચ્ચે આખરે શુ રંધાયુ હશે તે રાઝ ખૂલશે

છેલ્લાં 20 દિવસથી વડોદરામાં ટોક ઓફ ટાઉન બનેલો હાઈપ્રોફાઈલ રેપ કેસ (rape case) ના તમામ આરોપીઓ આખરે પકડાઈ ગયા છે. રાજુ ભટ્ટ બાદ આજે અશોક જૈન (Ashok Jain) અને અલ્પુ સિંધી પણ પકડાયા છે. ત્યારે હવે સમગ્ર કેસમાં શુ રંધાયુ હતું તે રહસ્યો ખૂલશે. આ સાથે જ આ કેસમાં અનેક નવા નામ સામે આવી શકે છે. હની ટ્રેપની શક્યતા વચ્ચે આ કેસમાં ચારેય લોકોની શુ ભૂમિકા હતી તેના રાઝ પણ ખૂલશે.

વડોદરા રેપ કેસ : પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ અને અલ્પુ સિંધી વચ્ચે આખરે શુ રંધાયુ હશે તે રાઝ ખૂલશે

ઝી મીડિયા/બ્યૂરો :છેલ્લાં 20 દિવસથી વડોદરામાં ટોક ઓફ ટાઉન બનેલો હાઈપ્રોફાઈલ રેપ કેસ (rape case) ના તમામ આરોપીઓ આખરે પકડાઈ ગયા છે. રાજુ ભટ્ટ બાદ આજે અશોક જૈન (Ashok Jain) અને અલ્પુ સિંધી પણ પકડાયા છે. ત્યારે હવે સમગ્ર કેસમાં શુ રંધાયુ હતું તે રહસ્યો ખૂલશે. આ સાથે જ આ કેસમાં અનેક નવા નામ સામે આવી શકે છે. હની ટ્રેપની શક્યતા વચ્ચે આ કેસમાં ચારેય લોકોની શુ ભૂમિકા હતી તેના રાઝ પણ ખૂલશે.

fallbacks

આ પણ વાંચો : એક જ દિવસમાં વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસના 2 આરોપી પકડાયા, અશોક જૈન બાદ અલ્પુ સિઁધીની પણ ધરપકડ

વીસ દિવસથી વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસ (vadodara rape case) નો કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. પીડિતાની ફરિયાદ બાદથી અશોક જૈન, રાજુ ભટ્ટ (Raju Bhatt) અને અલ્પુ સિંધી ફરાર થઈ ગયા હતા. સમગ્ર કેસમાં પીડિતાએ પોતાના ફ્લેટમાં લગાવેલા સ્પાય કેમેરા સૌથી વધુ ચર્ચા જગાવનારા હતા. જેમાં રાજુ ભટ્ટ અને અશોક જૈન બંને પીડિતા સાથે દેખાઈ રહ્યા છે. આ સ્પાય કેમેરા કોણે લગાવ્યા અને કયા હેતુથી લગાવ્યા હતા તેનો રાઝ પણ હવે ખૂલશે. સમગ્ર મામલામાં પીડિતાનો મિત્ર તરીકે બૂટલગેર અલ્પુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ અશોક જૈનના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ 5 વ્યક્તિઓનાં નામનું લિસ્ટ તેમને મોકલ્યું હતું અને ત્યાર બાદ મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની વાતચીત પણ વાઇરલ થઇ હતી. તેથી અલ્પુ સિંધીની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. ત્યારે આખરે આ તમામ ભેદ ખૂલશે કે આ ચારેય વચ્ચે આખરે શું સંબંધ છે. 

રાજુ ભટ્ટે પોલીસ પૂછપરછમાં પહેલે જ બધા વટાણા વેરી દીધા છે. તેણે પીડિતા સાથે સંબંધ બાંધ્યા હોવાના ખુલાસા કર્યાં છે. સાથે જ પૂછપરછમાં કહ્યુ કે, તેણે પીડિતા સાથે તેની મરજીથી સંબંધ બાંધ્યા છે. તેમજ અશોક જૈન સાથે તેનો કોઈ સંબંધ નથી તે પણ તેણે જણાવ્યું હતું. પરંતુ સત્ય શુ છે તે હવે સામે આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More