Home> Gujarat
Advertisement
Prev
Next

રાજુ ભટ્ટે કબૂલ્યુ, ‘યુવતી સાથે એકવાર નહિ, ચારવાર સંબંધ બાંધ્યો હતો, પણ મરજીથી...’

વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આરોપી રાજુ ભટ્ટ પકડાયા બાદ તે ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં આખી રાત ચિંતાજનક ચહેરે રડતો રહ્યો હતો. તે પોલીસ પૂછપરછમાં પણ પોપટની જેમ બધુ બોલી ગયો હતો. તેણે પોલીસ સમક્ષ પીડિયા સાથે સંબંધ બાંધ્યાનુ સ્વીકાર્યુ હતું. તેણે પોલીસને કહ્યુ કે, તેણે એકવાર નહિ, પણ ચાર વાર યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. 

રાજુ ભટ્ટે કબૂલ્યુ, ‘યુવતી સાથે એકવાર નહિ, ચારવાર સંબંધ બાંધ્યો હતો, પણ મરજીથી...’

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આરોપી રાજુ ભટ્ટ પકડાયા બાદ તે ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં આખી રાત ચિંતાજનક ચહેરે રડતો રહ્યો હતો. તે પોલીસ પૂછપરછમાં પણ પોપટની જેમ બધુ બોલી ગયો હતો. તેણે પોલીસ સમક્ષ પીડિયા સાથે સંબંધ બાંધ્યાનુ સ્વીકાર્યુ હતું. તેણે પોલીસને કહ્યુ કે, તેણે એકવાર નહિ, પણ ચાર વાર યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. 

fallbacks

વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલ હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ પૂછપરછમાં પીડિતા સાથે સબંધ બાંધ્યાનું સ્વીકાર્યું છે. પીડિતા સાથે તેણે એક નહિ, પણ ચાર વખત સંબંધ બાંધ્યો હતો. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધ બાંધ્યાનું રાજુ ભટ્ટે સ્વીકાર્યું. જોકે, તેણે પોલીસને કહ્યું કે, જે પણ થયુ તે યુવતીની સહમતીથી થયુ હતું.

આરોપી રાજુએ આરોપી અશોક જૈનને નથી ઓળખતો હોવાનું પોલીસને કહ્યું. ક્રાઈમ બ્રાન્ચની મેરેથોન પૂછપરછમાં રાજુ ભટ્ટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આજે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. દુષ્કર્મની જગ્યાએ પોલીસ રાજુને રિકન્સ્ટ્રકસન માટે લઈ જઈ શકે છે. તો બીજી તરફ, મુખ્ય આરોપી સીએ અશોક જૈન પોલીસ પકડથી હજી પણ દૂર છે. 

પોલીસે મંગળવારે જૂનાગઢથી રાજુ ભટ્ટની ધરપકડ કરી હતી. તેના બાદ તેણે પોલીસમાં અનેક ચોંકાવનારી માહિતી કહી હતી. તેણે પીડિતાના બળજબરીથી દુષ્કર્મ કરવાના આરોપને ફગાવી દીધો છે. તેણે કહ્યું કે, મેં પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ નથી. જે કહ્યુ થયુ તે પરસ્પર સહમતીથી થયુ છે. આમ, પોલીસ 6 કલાક સુધી રાજુ ભટ્ટની પૂછપરછ કરી હતી. જેમાં તે એક જ રટણ કરતો રહ્યો કે, તેણે દુષ્કર્મ નથી કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More