Vadodara News : વડોદરામાં આપઘાતનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. શેરડીનું કોલુ ચલાવનારા શખ્સે પરિવારના તમામ સભ્યોને શેરડીના રસમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું હતું. બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ કિસ્સામાં સસરા-પુત્રવધૂનાં રહસ્યમય રીતે મોત નીપજ્યાં છે, જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર છે. આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે.
વડોદરાના તરસાલીમાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મોત નિપજ્યું છે. શેરડીનો કોલું ચલાવનાર ચેતન સોનીના પિતા અને પત્નીનું મોત નિપજ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં ચેતન સોનીએ જ તમામને શેરડીના રસમાં ઝેર આપ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. ઝેરીલું શરબત પીતા જ પિતા મનહરભાઈ સોની અને પત્ની બિંદુ સોનીનું ઘરમાં જ મોત થયું છે. જોકે, ચેતન સોનીએ બારોબાર બંનેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા બાદમાં પોલીસ દોડતી થઈ હતી.
આટલું કરજો નહિ તો ઝેરી બની જશે તમારી શાકભાજી, કૃષિ વિભાગે આપી મહત્વની સલાહ
ગત રાત્રે ચેતન સોનીએ પણ પોલીસ કાર્યવાહી દરમિયાન ઝેર પી લીધું હતું. હાલમાં ચેતન સોની પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચેતન સોનીના પુત્ર આકાશ સોનીને પણ ઝેર ભેળવી શેરડીનો રસ પીવડાવ્યો, આકાશ સોની પણ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આર્થિક સંકડામણના કારણે ચેતન સોનીએ પહેલા પરિવારને ઝેર આપી હત્યા કરી અને બાદમાં પોતે ઝેર પી આત્મહત્યા કર્યા હોવાની ચર્ચા છે. આઘટના 1 મેના રોજ રાત્રે 1 વાગે બની હતી. જેમાં પરિવારના સદસ્યોને શેરડીનો રસ પીને ઉલટીઓ થઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, તો હાલ પિતા-પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
ગુજરાતના ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી જાહેર, હીટવેવમાં આટલી બાબતોનું ધ્યાન રાખજો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે