Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: યુવકે પરણિત યુવતી સાથે હતા શારીરિક સંબંધો, પરિવારને સંબંધની જાણ થઇ અને...

દાહોદનાં યુવકને પોતાનાં સગપણમાં થતી પરીણિત યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારને આ સંબંધોની જાણ થતા પરિવાર દ્વારા ખળભળાટ મચ્યો હતો. પરિવાર દ્વારા આ સંબંધો કાપી નાખવા અને તે સગપણમાં હોવા ઉપરાંત પરણીત હોવાના કારણે તેને ભુલી જવા માટે જણાવ્યું હતું. આ મુદ્દે પરિવાર સાથે યુવકને માથાકુટ પણ થઇ હતી. 

વડોદરા: યુવકે પરણિત યુવતી સાથે હતા શારીરિક સંબંધો, પરિવારને સંબંધની જાણ થઇ અને...

વડોદરા : દાહોદનાં યુવકને પોતાનાં સગપણમાં થતી પરીણિત યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારને આ સંબંધોની જાણ થતા પરિવાર દ્વારા ખળભળાટ મચ્યો હતો. પરિવાર દ્વારા આ સંબંધો કાપી નાખવા અને તે સગપણમાં હોવા ઉપરાંત પરણીત હોવાના કારણે તેને ભુલી જવા માટે જણાવ્યું હતું. આ મુદ્દે પરિવાર સાથે યુવકને માથાકુટ પણ થઇ હતી. 

fallbacks

માથાકુટ બાદ હતાશ થઇ ગયેલા યુવકે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત પૂર્વે લખેલા પત્રમાં પોતાની પ્રેમિકાને સંબોધિને આઇલવ યું લખ્યું હતુ અને આવતા જન્મે મળીશું તેવું લખાણ લખ્યું હતું. આ ઉપરાંત તેણે પોતાના કેટલાક સંબંધીઓનાં ફોનની ડિટેઇલ કઢાવવા માટેનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

દાહોદ જિલ્લાના વાંકોલ ગામે રહેતા 26 વર્ષી રમેશ સેંગાભાઇ ડામોર છેલ્લા બે મહિનાથી સંગમ ચાર રસ્તા પર લાલબહાદુર શોપિંગ સેન્ટરમાં આવેલી અંબિકા વિજય રસ ઘરમાં નોકરી કરે છે. દુકાન માલિકે આજે વહેલી સવારે દુકાન ખોલતા તે રમેશ પંખામાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. તેનો મૃતદેહ ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More