Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: મોલમાં દહેશત ફેલાવીને મજાક કરનાર બે રીક્ષા ચાલકની ધરપકડ

દેશ અને રાજ્યમાં આતંકી હુમલાનાં એલર્ટ વચ્ચે વડોદરામાં એક મોલમાં દહેશત ફેલાવવાની મજાક બે ટીકળખોર યુવાનોને ભારે પડી છે. વડોદરા પોલીસે આ બન્ને યુવાનોને ઝડપી લઇ જેલનાં સળિયા ગણતાં કરી દીધાં છે.

વડોદરા: મોલમાં દહેશત ફેલાવીને મજાક કરનાર બે રીક્ષા ચાલકની ધરપકડ

તૃષાર પટેલ/વડોદરા: દેશ અને રાજ્યમાં આતંકી હુમલાનાં એલર્ટ વચ્ચે વડોદરામાં એક મોલમાં દહેશત ફેલાવવાની મજાક બે ટીકળખોર યુવાનોને ભારે પડી છે. વડોદરા પોલીસે આ બન્ને યુવાનોને ઝડપી લઇ જેલનાં સળિયા ગણતાં કરી દીધાં છે.

fallbacks

એક તરફ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યાં બાદ સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાની દહેશતને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ એક અફઘાની આતંકી પણ દહેશત ફેલાવવા દેશમાં ઘૂસ્યો હોવાનાં આઇબીનાં ઇનપુટ વચ્ચે વડોદરામાં મોડીરાત્રે સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરનારાં બે ટીખળખોર યુવાનો હવે જેલનાં સળિયા ગણી રહ્યાં છે. 

મોડીરાત્રે વડોદરાનાં વાઘોડિયા રોડ નજીકનાં હાઇવે પર આવેલાં તક્ષ ગેલેક્ષી મોલમાં બેગ મુકી લોકોમાં ભય ફેલાવવાનું કાવતરું રચી રહેલાં સાગર ઠક્કર અને જીગર બારીયા નામનાં બે યુવકોની આ મસ્તીએ સમગ્ર શહેરને માથે લીધું હતું. મોલનાં સફાઇ કર્મચારીઓને 50 હજાર રૂપિયાની લાલચ આપી એક શંકાસ્પદ બેગ મોલમાં ઘુસાડવાની વાત કરનાર આ બંને શખ્સો બાદમાં મોલનાં કર્મચારીઓની સતર્કતાને પગલે ઝડપાઇ ગયાં હતાં. 

અમદાવાદ: નિકોલમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 7 દટાયા

આખી રાત વડોદરા પોલીસનો જીવ તાળવે ચોંટાડી રાખનાર આ બંને ટપોરીઓને પોલીસે જો કે સીસીટીવીનાં આધારે ઝડપી તો લીધાં પણ તેમની આ મસ્તીએ અનેક લોકોમાં ભય અને દહેશતનો માહોલ પેદા કરી દીધો હતો. જાહેર જગ્યાએ ગીચ વસ્તીવાળા સ્થળે આ રીતે ટીખળ કરી અનેક લોકોનાં જીવ તાળવે ચોંટાડી ભય અને દહેશતનો માહોલ ફેલાવનાર આ બંને રીક્ષા ચાલકો હવે પોલીસની ગિરફ્તમાં છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More