વડોદરાઃ વડોદરા શહેરમાં બુધવારે 6 કલાકમાં પડેલા 18 ઈંચ વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતી હજુ યથાવત છે અને શહેરમાંથી પાણી ઉતર્યા નથી. હજુ પણ અનેક વિસ્તારોમાં ગોઠણ ડૂબે તેટલાં પાણી ભરાયેલાં છે. આ કારણે પુનાથી NDRFની વધુ 5 ટીમને તાત્કાલિક રવાના કરાઈ છે, જે સાંજ સુધીમાં વડોદરા પહોંચી જશે. હાલ વડોદરામાં NDRFની 4 ટૂકડીઓ રાહત-બચાવ કાર્યો કરી રહી છે. ગુરૂવારે સેનાએ હેલિકોપ્ટરમાં હવાઈ નિરીક્ષણ કરીને વડોદરાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
વડોદરામાં ગુરૂવારે સાંજે ફરીથી વરસાદ શરૂ થયો છે. જેના કારણે તંત્રની મુશ્કેલીમાં વધારો થાય એવી સંભાવના દેખાઈ રહી છે. અત્યારે શહેરના અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાયેલાં છે. શહેરમાં સેના, NDRF, SDRF, સ્થાનિક તંત્ર અને પોલીસ જવાનો રાહત-બચાવ કાર્યમાં જોડાયેલાં છે.
વડોદરામાં આફતનો વરસાદ: 4000થી વધુ લોકોનું સ્થળાંતર, 6 વ્યક્તિના મોત
જૂઓ વડોદરાનાં લેટેસ્ટ અપડેટ્સ...
- સાવલી તાલુકાના ધનતેજ ગામ પાસેથી પસાર થતી કરાડ નદીમાં યુવક તણાયો
- કરાડ નદી પર આવેલ કોઝ વે ક્રોસ કરતા તણાયો યુવક
- ધનતેજ તથા સધાપુરા ગામ વચ્ચે થી પસાર થતી કરાડ નદી પર આવેલો છે કોઝ વે
- ગાંડીતુર બનેલી કરાડ નદીના બે કાંઠે વહેતા ધસમસતા પ્રવાહ ને પાર કરી રહ્યો હતો યુવક
- નદીના ધસમસતા પુરમાં તણાતો યુવક વિડિઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે
- નદીના પ્રવાહમાં તણાતાં યુવકનો થયો ચમત્કારિક બચાવ
- આગળ જતાં કિનારા પર આવી જતા યુવક નો બચાવ
- વડોદરા વિશ્વામિત્રી નદીમાં પંદર હજાર ક્યુસેક પાણીની આવક
- આજવામાંથી 4100 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં જઈ રહ્યું છે
- પ્રતાપપુરામાંથી 9500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે
- શહેરમાં સતત બીજા દિવસે પણ સ્કૂલ-કોલેજો બંધ રાખવાના આદેશ.
- વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઓછું ન થતાં શાળા-કોલેજે રહેશે બંધ.
- અધિકારીઓની13 ટીમ બનાવી કેશડોલ અને ઘરવખરીના સામાન અંગે તંત્ર દ્વારા સરવે શરૂ કરાયો
- મુખ્યમંત્રીએ ટોચનાં અધિકારીઓ સાથે વડોદરાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને યોગ્ય કાર્યવાહીનાં આદેશ આપ્યા હતા.
- શહેરના પૂર્વ વિસ્તારના પાણીગેટ ખાતે વરસાદી પાણીનો ભરાવો...
- રાત્રી બજાર ખાતે પણ પાણીનો ભરાવો થતાં હાલાકી..
- જયબીલી બાગ રાવપુરા વિસ્તારમાં પાણીને કારણે જળ બંબાકાર...
- ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારમાં હજી સુધી પાણી ઓસર્યા નથી
- 4000થી વધુ લોકોનું સ્થળાંતર, 6નાં મોત
- વિશ્વામિત્રી નદીના મગરો શહેરમાં ઘુસી જતાં ભયનો માહોલ
- 24 કલાક થયા પણ વરસાદના પાણી ન ઓસરતાં જનજીવન પ્રભાવિત
- લોકોને દૂધ-શાકભાજીના ફાંફા
અનેક સોસાયટી-ગામોમાં પાણી
Gujarat CM Vijay Rupani holds a meeting with senior officials in Gandhinagar over flood-like situation in Vadodara. pic.twitter.com/01D0a0LfgQ
— ANI (@ANI) August 1, 2019
રાજ્યમાં વરસાદી આફતઃ 108 ગામમાં વીજ પુરવઠાને અસર, 110 માર્ગ બંધ
વડોદરામાં રાહત-બચાવ ટીમોની સ્થિતિ
વડોદરામાં રેસ્ક્યુ ઓપરેશન
પીએસઆઈ બન્યાં 'વાસુદેવ'
વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોવિંદ ચાવડાએ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે 'વાસુદેવ' બનીને દોઢ માસની બાળકીનો જીવ બચાવ્યો છે. વિશ્વામિત્રી નદીની નજીકના દેવપુરામાં લોકો ફસાયેલા હોવાનો કોલ મળતાં પીએસઆઈ ટીમ સાથે પહોંચ્યા હતા. ગોવિંદ ચાવડાએ જણાવ્યું કે, " પાણીનો પ્રવાહ વધુ હોવાથી ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. મને તરતાં આવડતું હોવાથી તરીને ત્યાં પહોંચ્યો અને લોકોને સલામત સ્થળે ખસેડી જવા માટે સમજાવ્યા હતા. એક પરિવારની માત્ર દોઢ માસની બાળકી હતી. તેને પાણીમાં લઈ જવાય તેમ ન હતું. ઘરના લોકો પાસે મેં ટબ જેવું મોટું વાસણ માગ્યું. પછી બાળકીને રૂમાલમાં લપેટીને ટબમાં મુકીને મારા માથા પર મુકીને રેસ્ક્યુ કરી હતી."
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે