રવિ અગ્રવાલ/વડોદરા :બીમારીના નામે ચાલતા ગોરખધંધાનો સૌથી મોટો ખુલાસો વડોદરા શહેરમાં થયો છે. વડોદરામાં આરોગ્ય તંત્રને હચમચાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તબીબ અને લેબ સંચાલકની ખુલ્લેઆમ સાંઠગાંઠની સંભળાઈ રહી છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં દર્દીઓને ખંખેરવાની વાત કરવામાં આવી રહી છે. લેબ સંચાલક તબીબને ઓફર આપી રહ્યો છે કે, ‘રૂપિયા આપશો તો દર્દીનો જેવો રિપોર્ટ બનાવવો હશે તેવો બની જશે... ’ જોકે, બીજી તરફ ZEE 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી છે. આરોગ્ય વિભાગે તબીબ, લેબ સંચાલકની ઓડિયો ક્લિપ વાયરલ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ....
વાયરલ ઓડિયો ક્લિપ પાદરાના વડુ ગામે આવેલી સ્વરા પેથોલોજી લેબોરેટરીની છે. ઓડિયોમાં લેબ સંચાલક સચિન જોશી અને તબીબ ભીખા ભાઈ વચ્ચેની વાતચીત છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં લેબ સંચાલક તબીબને ઓફર આપી રહ્યો છે. લેબ સંચાલક કહી રહ્યો છે કે પૈસા આપશો તો દર્દીનો જેવો રિપોર્ટ બનાવવો હશે, તેવો બની જશે. દર્દીનો ખોટો રિપોર્ટ બનાવવાના બદલામાં લેબ સંચાલકે 60 ટકા રૂપિયા લેવાની વાત કરી છે. સ્વરા પેથોલોજી લેબ અને તબીબ વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સ્વરા પેથોલોજી લેબ પાદરાના વડું ગામમાં આવેલી છે. વાયરલ ઓડિયો ક્લિપમાં લેબ સંચાલક સચિન જોશી અને તબીબ ભીખાભાઈ વચ્ચે વાત થઈ રહી છે. એટલું જ નહિ, અન્ય 15 જેટલા તબીબો પણ કામ કરાવતા હોવાની લેબ સંચાલક વાત કરી રહ્યા છે. જો આરોગ્ય વિભાગ આ મામલે તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે.
ભાગીદારના શરીરના ટુકડા કરીને ફેંકી દેનાર આરોપી મતબુલને અમદાવાદ પોલીસે આખરે પકડ્યો
તપાસના આદેશ
વાયરલ ઓડિયો ક્લિપ મામલે ZEE 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી. તબીબ, લેબ સંચાલકની ઓડિયો ક્લિપ વાયરલ મામલે વડોદરાના આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને તપાસના આદેશ આપ્યા છે. પાદરા આરોગ્ય અધિકારીને તપાસ કરી રિપોર્ટ સુપરત કરવા આદેશ આપ્યા છે. અધિકારીની તપાસમાં અનેક ક્ષતીઓ બહાર આવી છે. ત્યારે હાલ જાણવા મળ્યું છે કે, સ્વરા પેથોલોજી લેબને સીલ કરવામાં આવશે. પોલીસ દ્વારા લેબને સિલ મરાશે. તપાસમાં લેબના તબીબના સર્ટી પણ ખોટા મળ્યા છે. પાદરા તાલુકા હેલ્થ ઓફિસના ડો. વિમલકુમાર સિંધ તથા ડબકા PHC ના ટબોબી અને સ્ટાફ વડા સ્વરા પેથોલોજી પર તપાસ માટે પહોંચ્યા છે.
અમદાવાદના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા
તો બીજી તરફ, સ્વરા પેથોલોજી લેબ અને તબીબ વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ઝી 24 કલાકની ટીમ આ લેબમાં પહોંચી હતી. ત્યારે લેબોરેટરીના કર્મચારીએ મા પેથોલોજી લેબમાં રિપોર્ટ મોકલતો હોવાની વાત કરી હતી. આમ, સ્વરા પેથોલોજીની જેમ માં પેથોલોજી લેબ પણ શંકાના દાયરામાં આવી છે. લેબમાં કામ કરતી મહિલાએ તમામ આરોપો નકાર્યા હતા. તેણે લેબમાં કંઈ પણ ખોટું કામ ન થતું હોવાની વાત કરીને પોતાનો લુલ્લો બચાવ કર્યો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે