Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડના અતુલ સ્ટેશને મોટી દુર્ઘટના ટળી, અગસ્ત ક્રાંતિ ટ્રેન સાથે પિલર ટકરાયો

વલસાડ (valsad) ના અતુલ સ્ટેશન નજીક મોટી ટ્રેન દુર્ઘટના (train accident) થતા ટળી હતી. અજાણ્યા ઈસમો દ્વારા રેલ્વે ટ્રેક ઉપર સિરમેન્ટનો પિલર મૂકી દેવતા અગસ્ત ક્રાંતિ ટ્રેન સાથે પિલર ટકરાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી હોનારત થઈ ન હતી જેથી રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે રેલ્વે પોલીસ, રેલ્વે અધિકારીઓ સહિત સુરત રેન્જ આઈ.જી સાથે વલસાડ જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

વલસાડના અતુલ સ્ટેશને મોટી દુર્ઘટના ટળી, અગસ્ત ક્રાંતિ ટ્રેન સાથે પિલર ટકરાયો

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ (valsad) ના અતુલ સ્ટેશન નજીક મોટી ટ્રેન દુર્ઘટના (train accident) થતા ટળી હતી. અજાણ્યા ઈસમો દ્વારા રેલ્વે ટ્રેક ઉપર સિરમેન્ટનો પિલર મૂકી દેવતા અગસ્ત ક્રાંતિ ટ્રેન સાથે પિલર ટકરાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી હોનારત થઈ ન હતી જેથી રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે રેલ્વે પોલીસ, રેલ્વે અધિકારીઓ સહિત સુરત રેન્જ આઈ.જી સાથે વલસાડ જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

fallbacks

વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે આજે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો : મંત્રીએ નિભાવી પરંપરા : અર્જુનસિંહ ચૌહાણ ઝોળી લઈને ઘરે ઘરે ધાન્ય ઉઘરાવવા નીકળ્યા

અગસ્ત ક્રાંતિ ટ્રેનના પાછળ આવતી ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ટ્રેક ઉપર તપાસ કર્યા બાદ ટ્રેનને 4 મિનિટ બાદ રવાના કરવામાં આવી હતી. તો રેલવે પોલીસ સહિત રેલવેના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો : પતંગ સાથે પર્યાવરણની જાળવણી, રાજકોટનો આ પતંગ જ્યા પડશે ત્યા છોડ ઉગશે

પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તો રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખૂબ જ મોટી દુર્ઘટના બનવાની પુરેપુરી શક્યતા હતી. ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓ પિલર મૂકનારને શોધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More