Husband Suicide ઊમેશ પટેલ/વલસાડ : વલસાડના જૂજવાં ગામે કુબેર રેસિડેન્સીમાં રહેતા બેંકના ચીફ મેનેજરે એક દિવસ પહેલા આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. કોટક મહિન્દ્રા બેંકમાં મેનેજર તરીખે નોકરી કરતા કવલજીત સિંઘ ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. ત્યારે મેનેજરેનું આત્મહત્યા કરવાનું કારણ સામે આવી ગયું છે. જેમાં મેનેજરે પત્નીના અન્ય જગ્યાએ પ્રેમસંબંધને કારણે આત્મહત્યા કરી હોવાનું ખૂલ્યું છે. ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
બેંક મેનેજરની આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બેંક મેનેજરે આત્મહત્યા પોતાની પત્નીના કારણે કરી હોવાનું જણાવ્યું છે. છેલ્લા ઘણા સમયથી પોતાની પત્નીનું અન્ય ઈસમ સાથે અફેર હોવા છતાં મેનેજર પોતાની પત્નીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું. વારંવાર સમજાવવા છતાં પત્ની ન સમજી હતી અને પત્નીએ મરી જવા કહેતા બેંક મેનેજરે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :
આ વસ્તુની આખું વર્ષ રહે છે માંગ, બિઝનેસ કરશો તો ક્યારેય પાછું વળીને જોવું નહિ પડે
પોતાનો ધંધો શરૂ કરવો છે, પણ રૂપિયા નથી તો સરકારની આ સ્કીમનો ઉઠાવો લાભ
વલસાડ નજીક જુજવા ગામ ખાતે આવેલ કુબેર રેસિડન્સીમાં રહેતાં અને વાપી કોટક બેંકમાં નોકરી કરતા 35 વર્ષના કવલજિતસિંગે થોડા દિવસ પહેલા પોતાના મકાનમાં આત્મહત્યા કરી હતી. બેંક મેનેજરની આત્મહત્યા પ્રકરણમાં બેંક મેનેજરનો આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવયો હતો. જેમાં પત્ની ભૂમિકાને અનહદ પ્રેમ કરતો હોય પત્નીના બીજાંસાથેનાં પ્રેમ સંબંધ સહન નહીં કરી શકતાં અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.
સાથે જ બેંક મેનેજરે વીડિયોમાં જણાવ્યું હતું કે, પોતાના મોબાઈલમાં સેફ ફાઈલમાં તમામ પુરાવાઓ રાખ્યાં છે, થોડાં પુરાવા ડ્રાઈવમાં ઉપરાંત એક ઓડિયો ટેપ પણ બહાર આવી છે, પત્નીને ઘણી સમજાવી પણ ન સમજી હતી. સાથે બેંક મેનેજર પોતાની પત્નીને સમજાવવા જતા પત્નીએ બેંક મેનેજરને મરી જવા માટે કહ્યું હોવાનું સામે આવ્યું છે. મેનેજરનો આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવતા પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો :
અદાણી-અંબાણી જ નહીં, આ ગુજરાતીએ પણ આ વર્ષે ગુમાવ્યા અબજો, અત્યાર સુધી થયો આટલો લોસ
આ ફળની ખેતીનું ગુજરાતમાં છે ઉજળું ભવિષ્ય, એક એકર કમાઈ આપશે લાખો રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે