ઉમેશ પટેલ/વલસાડ :ઉચ્ચ પદ પર બિરાજીને પણ વારંવાર નેતાઓની જીભ લપસી જાય છે. શું બોલવું તેનુ તેમને ભાન રહેતુ નથી. જેથી તેઓ વિવાદિત નિવેદનો આપતા રહે છે. ત્યારે વલસાડના ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. વલસાડના તિથલ રોડ પર ગણેશ પ્રતિમાના આગમનને લઈને પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય અને પીઆઇ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ધારાસભ્ય ભરત પટેલે વિવાદિત નિવેદન આપ્યુ હતું કે, હું ધારું તો ગામમાં હુલ્લડ થઈ શકે છે.
વલસાડ ખાતે ગતરોજ ગણેશ પ્રતિમાના આગમનને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ મામલે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ડીવાયએસપી, પીઆઇ સહિતના પોલીસ કર્મચારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જોકે પોલીસ દ્વારા લેપટોપ લઈ લેવાની ઘટના સામે આવી હતી. બાદમાં શહેરના ધારાસભ્ય ભરત પટેલને આ અંગે રજૂઆત કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં તેઓ અને પોલીસ વચ્ચે ઘર્ણષ થયું હતું. ઘર્ષણ બાદ પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ધારાસભ્યએ દાદાગીરી કરતા મામલો ગરમાયો હતો. સત્તાના નશામાં ચૂર રહેલા ધારાસભ્ય ભરત પટેલે પોલીસ પર દબાણ કર્યું હતું. આવામાં ધારાસભ્ય ભરત પટેલે વિવાદિત નિવેદન આપ્યુ હતુ કે, ‘હું ધારું તો અહીં હુલ્લડ થઈ શકે છે.
આ પણ વાંચો : લોકમેળામાં મોતના કુવામાં મોટી દુર્ઘટના, ચાલુ શોમાં કાર નીચે ખાબકી, Video
MLAની હુલ્લડ કરાવવાની ધમકી
આ પણ વાંચો : રિસર્ચ કરવી પડે તેવી ઘટના : 4 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવી કેનાલ પરથી માંડ માંડ પસાર કરાયા મહાકાય રિએક્ટર
જોકે, વિવાદિત નિવેદન બાદ તેમણે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, મારો કોઈ ઈરાદો ન હતો, હું ત્યાં ન પહોંચત તો ત્યાં લોકો ધમાલ કરી શક્તા હતા. પરંતુ પોલીસની કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ હતો. મેં ત્યાં જઈને લોકોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસ દ્વારા ડીજેની પરમિશન બાબતે કામગીરી ઢીલી નીતિને લઈ આ પ્રકારના બનાવો બને છે. અગાઉ પણ ઘણા તહેવારોની ઉજવણી થઈ છે. પરંતુ એવું કંઈ ન બન્યું. પોલીસ જાણી જોઈને મામલો ઉગ્ર બનાવતી હતી તેવા આક્ષેપો ભરત પટેલે કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે