Home> Gujarat
Advertisement
Prev
Next

"રિયા ગઈ, પણ એનો સ્પર્શ ન ગયો...આજે એ જ હાથથી શિવમે રાખડી બંધાવી...દાનમાં મળેલાં હાથનું ઋણ અદા કરવા...

Brain Dead Girl Organ Donation Rakshabandhan Celebration: વલસાડના મિસ્ત્રી પરિવારની 9 વર્ષની બાળકી રિયા સપ્ટેમ્બર 2024માં બ્રેઈનડેડ થયા બાદ તેના પરિવારે અંગોના દાન કરવાનું નક્કી કર્યું હતું. આ બાળકીનો હાથ મુબંઈની 15 વર્ષની અનામતામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. ત્યારે રક્ષાબંધનને પગલે વલસાડ રહેતા રિયાના મોટા ભાઈ શિવમને રાખડી બાંધવા માટે મુસ્લિમ પરિવારની અનામતા મુંબઈથી આવી હતી અને તેણે રાખડી બાંધતા લાગણીના અતૂટ તાર ફરીથી જોડાઈ ગયા હતા.

સુરતઃ પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલ પુરતી એક અનોખી ઘટના આજે દેશભરમાં હૃદયસ્પર્શી બની. સપ્ટેમ્બર ૨૦૨૪ માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી ૯ વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઇતિહાસમાં સૌપ્રથમવાર એટલી નાની ઉમરે માત્ર ૯ વર્ષની બાળકીના હાથનું આ દાન હતું.

fallbacks

ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની આગાહી

સ્વ. રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડો. નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાવ, મુંબઈની રહેવાસી ૧પ વર્ષીય અનમતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથી, પરંતુ આજે સ્વ. રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠયો. રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈ થી વલસાડ તેના પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ કાંઇક એવી હતી કે આંખોમાં આંસુ આવી ગયા. પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા.

યુવાનીમાં ડગ માંડતી અનમતાને તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી. તેનો સમગ્ર પરિવાર રિયાનાં પરિવારનો, ડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે. તેથી જ આ રક્ષાબંધન પર એ ઋણ અદા કરવા અનમતા અહેમદ વલસાડ આવી પહોંચી હતી, રિયાનાં હાથથી ભાઈ શિવમના હાથ પર અનમતાએ જયારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધન રચાયું હતું. સ્વ. રિયાનાં હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વને ખરાં અર્થમાં સાકાર કરી ગયું.

Z 24 કલાકના પત્રકાર પર પનીર માફિયા દ્વારા હુમલાનો મામલો, ગૃહરાજ્યમંત્રીએ લીધી નોંધ

વલસાડની આર.જે.જે સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો રિયાનો ભાઈ શિવમ પોતાની વ્હાલસોયી નાની બહેનના હાથને વારંવાર સ્પર્શી રહ્યો હતો. અનમતા અહેમદના કપાયેલાં ખભા સુધીનાં હાથની જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા રિયાનાં હાથના સ્પર્શ માત્રથી ભાઈ શિવમના દિલમાં નાની અમથી બેની રિયા જાણે જીવતી થઈ ગઈ. સ્વ. રિયાના માતાપિતા બોબી અને ત્રીષ્ણાએ ભાવુક થઈ જણાવ્યું હતું કે, આજે એવું લાગી રહ્યું છે કે રિયા ફરી અમારા વચ્ચે આવી છે. તેની રાખડી, તેનો સ્પર્શ બધું જ જાણે પાછું આવી ગયું હોય તેવો અનુભવ થઇ રહયો છે. તેઓએ અનમતાના જમણા હાથને પોતાના હાથમાં લઈને કઈ કેટલી વાર વ્હાલ કર્યું. જાણે પોતાની નાનકડી રિયાને રૂબરૂ જોઈ રહ્યાં હોય તેમ અનમતાને વળગી વળગી વ્હાલ વરસાવ્યું. એ ક્ષણોનો સાક્ષાત્કાર અદ્ભુત હતો.

અનમતા અહેમદે જણાવ્યું હતું કે રિયાના પરિવારનો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી ઓક્ટોબર ૨૦૨૨ માં ઇલેક્ટ્રિક શોકના કારણે મારો જમણો હાથ ખભાના લેવલથી ગુમાવવો પડ્યો હતો અને મારૂ જીવન અંધકારમય થઈ ગયું હતું. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ ૯ વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી હાથનું દાન થયું અને તેના હાથનું ટ્રાન્સપ્લાન્ટ મારામાં થતા, મારી જિંદગીમાં ફરી એક નવી શરૂઆત થઈ. આજે એજ હાથથી મે રિયા ના ભાઈને રાખડી બાંધી છે. મને શિવમના રૂપમાં ભાઈ મળ્યો છે.

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઇટર જેટ અને 1 એયરક્રાફ્ટ તોડી પાડ્યું, જાણો

ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ માત્ર એક રક્ષાબંધન નથી, આ એ સંદેશ છે કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે. આકાશથી માંડીને ધરતી સુધી, મંદિરથી માંડીને મસ્જિદ સુધી કોઈ ધર્મનો નહીં પણ માનવતાના સાદનો પડઘો ઉપસ્થિત સૌનાં અંતઃકરણમાં ગુંજતો હતો. ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૩૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૪૨ કિડની, ૨૩૫ લિવર, ૫૭ હૃદય, ૫૨ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૮ હાથ, ૧ નાનું આતરડું અને ૪૩૨ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૩૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More