Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ નણંદ-ભાભી પાસેથી શીખો! ડિજિટલ યુગમાં પણ તમે નાઈટ ડ્રેસમાં બેડ પર બેઠા બેઠા કરી શકો છો બિઝનેસ

વલસાડ શહેરના નજીક આવેલા નાનકડા એવા કોસંબા ગામની નણંદ-ભાભીઓની જોડી આજે આત્મનિર્ભર બની છે. કોરોના કાળ દરમિયાન સરકાર તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું

ગુજરાતના આ નણંદ-ભાભી પાસેથી શીખો! ડિજિટલ યુગમાં પણ તમે નાઈટ ડ્રેસમાં બેડ પર બેઠા બેઠા કરી શકો છો બિઝનેસ

વલસાડ: જ્યારે તમારા મનમાં બિઝનેસ વુમન નામનો શબ્દ આવે ત્યારે તમારા મનમાં કઈ આવી જ છબી ઉભરતી હશે બિઝનેસ સુટ, એક મોટી ફાઇલ અને મોટી બિલ્ડીંગમાંથી બહાર આવતી મહિલા પણ હવે તો સમય છે ડીઝીટલ યુગનો.. હવે સ્ત્રી કે પુરુષને બિઝનેસમેન અથવા બિઝનેશવુમન બનવા માટે કોઈ બિઝનેસ સૂટની જરૂર પડતી નથી. 

fallbacks

આ ડીઝીટલ યુગમાં તમે નાઈટ ડ્રેસ પહેરીને પણ બેડ ઉપર બેઠા બેઠા પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો. ત્યારે એક એવા નણંદ-ભાભીઓની જોડી વિશે જણાવા જઇ રહ્યા છીએ, જેમણે પોતાનો બિઝનેસ ચાલુ કરીને સોશિયલ મીડિયામાં પોતાની કઈ અલગ જ ઓળખાણ ઉભી કરી છે.

fallbacks

વલસાડ શહેરના નજીક આવેલા નાનકડા એવા કોસંબા ગામની નણંદ-ભાભીઓની જોડી આજે આત્મનિર્ભર બની છે. કોરોના કાળ દરમિયાન સરકાર તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું તે દરમિયાન વલસાડ શહેરના નજીક આવેલા કોસંબા ગામ ખાતે રહેતા ટંડેલ પરિવારની મહિલાઓ દ્રારા પોતાના શોખ માટે કોટન દોરાઓ વડે કપડાના આઉટફિટ્સ ઉપર મેચ થાય એવી  કોટન થ્રેડ વાળી બેંગલ્સ બનાવવાનું શરુ કર્યું હતું.

પોતાના માટે બનાવવામા આવેલા બેંલ્સ આજુ બાજુ રહેતી મહિલાઓ અને પરિવારની ઘણી મહિલાઓને પસંદ આવતા મહિલાઓ તેમના માટે પણ બેંગલ્સ બનાવવા માટે કહ્યું હતું. જે બાદ ટંડેલ પરિવારની મહિલાઓમાં કસ્ટમાઇઝ બેંગલ્સની ડિમાન્ડ વધવા લાગતા આજે દેશ જ નહિ પરંતુ તેઓ વિદેશમાં પણ તેમના દ્વારા બનાવવામાં આવેલ બેંગલ્સનો બિઝનેસ કરે છે.

fallbacks

નણંદ-ભાભી દ્વારા બનાવમાં આવતા બેંગલ્સ કસ્ટમર પોતાના આઉટફિટ્સના ફોટો ઉપરથી સેમ ડિઝાઇન્ગમાં બનવામાં આવતા હોવાથી બેંગલ્સની ડિમાન્ડ વધતા ત્યારે પોતાના શોખ માટે બનાવવામાં આવતા બેંગલ્સને પોતાનો પ્રોફેસન બનાવી આ ટંડેલ સમાજની મહિલાઓ દ્રારા અલગ અલગ એક્ઝીબિઝન કરવામાં આવ્યા હતા. જે બાદ ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ બનાવી ઇંસ્ટાગ્રામ ઉપર પોતાનો બેંગલ્સનો બિઝનેશ શરૂ કરતાં આજે એક વર્ષમાં 1 લાખ 30 હજાર જેટલા ફોલોવર્સ બન્યા છે અને તેના થકી આજે દેશ જ નથી પરંતુ વિદેશોમાંથી પણ બેંગલ્સ ના ઓર્ડર આવી રહ્યા છે.

એક વર્ષમાં 5500 જેટલા ઓર્ડર બનાવી આજે મહિને 50 હજારથી વધુનો નફો મેળવી રહ્યા છે, સાથે આજે અન્ય ગૃહિણી મહિલાઓને પણ રોજગાર પૂરો પાડી રહી છે. કોટન ટ્રેડમાંથી બનતી દરેક બેંગલ્સની કિંમતો પણ અલગ અલગ છે. જેવી જેવી ડિઝાઇન એ રીતેની કિંમત હોઈ છે.

fallbacks 

ખાસ કરીને બીટ્સવર્ક વાળી બંગડીની કિંમત વધુ હોય છે, જેની કિંમત આઉટફિટ ઉરથી તથા કેટલી બંગડીનો સેટ છે એના ઉપર નક્કી થાય છે, બીત્સવર્કની બંગડી ગ્રાહકના બજેટ ઉપર બનતી હોય છે. ખાસ કરીને કોઈ 1 પાટલો અને 4 બંગડી, 1000થી 1200 જેટલો હોઈ છે. ત્યારે સસ્તી ગોટાપટ્ટી બેંગલ્સ છે, જે ફિક્સ સેટ 12 બેંગલ્સનો હોઈ છે, જેનો ભાવ 720 રૂપિયા જેટલો હોઈ છે. તથા કસ્ટમરની રિકવારમેન્ટ ઉપર કિંમત નક્કી થતી હોઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More