દીવ: દમણની એક વાઇન શોપ બહાર 2 મહિલાઓ જાહેરમાં ઝઘડો કરતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બન્ને મહિલાઓ નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. જાહેર રસ્તા પર પૈસાની લેતી દેતી મામલે નશામાં ધૂત મહિલાઓએ વાળ પકડી મારામારી કરી હતી. મહિલાઓની મારામારી મોબાઇલ કેમેરામાં કેદ થઇ છે.
મળતી માહિતી અનુસાર 31st અને નવા વર્ષની ઉજવણી માટે મહિલાઓ દમણ પહોંચી હતી. તે સમયે વાઇન શોપની બહાર બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ગરમાયે અને ઝપાઝપી શરૂ થઇ હતી.
આ પણ વાંચો:
ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર
કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત
ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે
મહિલાઓ છૂટી ન પડતા આખરે લોકોએ પોલીસને જાણ કરી હતી. આથી દમણ પોલીસ સ્થળ પર પહોંચી અને જાહેરમાં લડી રહેલી આ મહિલાઓને છૂટો પાડી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ વાઇન શોપની બહાર નશામાં ચકચૂર થઈ લડી રહેલી આ મહિલાઓનો વીડિયો ત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો:
યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર
કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય
છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!
કેટલાક લોકો બંને મહિલાઓેને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પૈસાની લેતી દેતી બાબતે મહિલાઓ વચ્ચે શરૂ થયેલી ઉગ્ર બોલા ચાલી બાદ મહિલાઓ એકબીજાના વાળ પકડી અને જોરદાર મારા મારી પર ઉતરી આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે