Valsad News ઊમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના પારડીના ગોયમાં વિસ્તારમાં રહેતા સસરાએ જમાઈને ગળે ટુંપો આપી જમાઈની હત્યા કરી જમાઈની હત્યા આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. કપરાડા CHCમાંથી આવેલી વરદી બાદ પારડી પોલીસે લાશનું PM કરાવતા યુવકને ગળે ટુંપો આપી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પારડી પોલીસની ટીમે ઝીણવટ ભરી રીતે ચેક કરતા યુવકની હત્યા સસરાએ કરી હોવાની કબૂલાત કરતા પારડી પોલીસે તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમાં ખાતે રહેતા વિનોદભાઈ ગુલાબભાઈ પટેલના જમાઈ રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવી દરવાર માટે કપરાડા CHC ખાતે લઈ ગયા હતા. કપરાડા CHCના તબીબોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરતા પારડી પોલીસે લાશનું PM કરવી ચેક કરતા યુવકને ગળે ટુંપો દઈ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પારડી પોલીસે યુવકના સસરાની પૂછપરછ કરતા યુવકના સસરાએ 17 સગીર સાથે મળી અગમ્ય કારણોસરી વોનોદભાઈની દીકરી અને પત્નીને માર મારનાર જમાઈને શાંતિથી સમજાવવા છત્તા કોઈ વાતે ન સમજતા જમાઈને ગળે ટુંપો દઈ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પારડી પોલીસે યુવકના સસરાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાત પર એક સાથે ત્રણ આફત : ઠંડી, ગરમી અને વરસાદ એકસાથે તૂટી પડશે તેવી ભયાનક આગાહી
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમાં ખાતે રહેતા વિનોદભાઈ ગુલાબભાઈ પટેલના ઘરે તેમના જમાઈ રીતેશે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. યુવક ના સસરા અને પરિવારના સભ્યો સારવાર માટે કપરાડા CHC ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે પારડી પોલીસને ઘટનાની જાણ કરતા પારડી પોલીસે ADની નોંધ લઈને યુવકની લાશને PM માટે ખસેડવામાં આવી હતી. યુવકની લાશનું PM કરાવતા પ્રાથમિક રિપોર્ટમ ગળે ટુંપો આપી યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક રીતેશે 26 જાન્યુઆરીના રોજ અગમ્ય કારણોસર રિતેશ પટેલે તેની પત્ની અને સાસુને માર માર્યો હતો. અને ત્યાંથી જતો રહ્યો હતો. સાંજે રિતેશ પરત ઘરે આવ્યો હતો. ત્યારે રીતેશના સસરાએ રીતેશને તેની દીકરી અને પત્નીને કેમ માર માર્યો હોવાનું પૂછતાં કોઈ યોગ્ય જવાબ ન આપતા ગુસેભરાયેલા વિનોદભાઈએ 17 વર્ષીય સગીરાની મદદ લઈને જમાઈને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. હત્યાની સમગ્ર ઘટનાને આત્મ હત્યામા ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સાળીના લગ્નના પહેલા હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાતીએ જીત્યું બિગબોસ 17 નું ટાઈટલ : મુનવ્વર ફારુકીનો વિવાદો સાથે છે જૂનો નાતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે