Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડમાં કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત, મ્યૂઝિક વ્યવસાય સાથે સંકળાયેલા પતિ-પત્નીનું સ્થળ પર મોત 

વલસાડ જિલ્લાના ભિલાડ પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ભિલાડ પાસે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો ચારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક દંપતીનું મોત નિપજ્યું છે. 

વલસાડમાં કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત, મ્યૂઝિક વ્યવસાય સાથે સંકળાયેલા પતિ-પત્નીનું સ્થળ પર મોત 

નિલેશ જોશી/વલસાડ :વલસાડ જિલ્લાના ભિલાડ પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ભિલાડ પાસે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો ચારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક દંપતીનું મોત નિપજ્યું છે. 

fallbacks

ભિલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ તત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે, આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક દંપતી અને એક શખ્સનો સમાવેશ થાય છે. 

fallbacks

ત્રણેય મૃતકો ભિલાડ નજીક કનાડુ ગામના વતની હતી. જેમાં મ્યુઝિક વ્યવસાય સાથે સંકળાયેલ મુકેશભાઈ પોતાની પત્ની સાથે કામ અર્થે બહાર નીકળ્યા હતા, ઘરે પરત ફરતા સમયે તેમની ગાડીને અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More