Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસ પીધેલાઓને પકડી લાવી, પણ રાખવા માટે હોલ અને મંડપ રાખવો પડ્યો ભાડે!

પોલીસની ડ્રાઇવ ચાલતી હોવાની ખબર હોવા છતાં લોકો સંઘ પ્રદેશમાંથી દારૂ પીને આવતા હોય છે. વલસાડ જિલ્લામાં 39 ચેક પોસ્ટ ઉપર બ્રેથ એનલાઈઝર વડે ચેકીંગ કરતા જિલ્લામાં બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસ પીધેલાઓને પકડી લાવી, પણ રાખવા માટે હોલ અને મંડપ રાખવો પડ્યો ભાડે!

Happy New Year 2023, ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31st ની ઉજવણી પહેલા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજી નંબર વધી રહ્યા છે. વલસાડ જિલ્લા પોલીસે 31st ની રાત્રે સપાટો બોલાવ્યો છે. જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડ અને 32 ચેકપોસ્ટ પર દારૂનો નશો કરી આવતા લોકો પર મોટી કાર્યવાહી કરી છે. જેમાં 31st ની રાત્રે કુલ 1322 જેટલા લોકો દારૂના નશામાં ઝડપયા છે. 31stની પૂર્વ રાત્રે 956 જેટલા લોકો પકડાયા હતા, તો 31st ની રાત્રે 1322 જેટલા લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. તમામ નસેડીયોને રાખવા માટે જિલ્લા પોલીસ દ્રારા હોલ ભાડે રખાયા તો મંડપ બાંધવામાં આવ્યા હતા. 

fallbacks

કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરવો એ પણ એક ગુનો જ છે છતાં જે લોકો દારૂ પીવે છે અને ગુજરાતમાં પ્રવેશે અને પોલીસ એના ઉપર કાર્યવાહી કરે છે. પોલીસની ડ્રાઇવ ચાલતી હોવાની ખબર હોવા છતાં લોકો સંઘ પ્રદેશમાંથી દારૂ પીને આવતા હોય છે. વલસાડ જિલ્લામાં 39 ચેક પોસ્ટ ઉપર બ્રેથ એનલાઈઝર વડે ચેકીંગ કરતા જિલ્લામાં બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.જે કાર્યવાહી હાલ પણ ચાલુ રહેનાર છે.

વલસાડમાં કે જ્યાં સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને અન્ય મહારાષ્ટ્રની બોર્ડરો નજીક છે અને લોકો 31stની મજા માણવા જતા હોય છે અને દારૂનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશતા જ પોલીસ કાર્યવાહી કરે છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર 75 બ્રિથ એનલાઈઝર વડે ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 1322 લોકોની પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી. પોલીસ દ્વારા તમામ લોકોને રાખવા માટે હોલ અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ સ્થળ પર જ થાય તે હેતુસર મેડિકલની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી અને તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની આંકડાકીય વાત કરીએ તો

વલસાડ રૂલર:- 110
વલસાડ સીટી:- 92
વલસાડ ડુંગરી:- 84
રેલવે પોલીસ. 06
પારડી:- 244
ભિલાડ:- 85
ઉમરગામ:- 62
ઉમરગામ મરીન:- 40
ધરમપુર:- 55
કપરાડા:- 58
નનાપોઢા:- 90
વાપી ટાઉન:- 143
વાપી GIDC:- 107
વાપી ડુંગરા:- 146

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More