ઉમેશ પટેલ/વલસાડ :બોટાદના રોજીદમાં કેમિકલ કાંડ બાદ ગુજરાત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. પોલીસની નાક નીચે બુટલેગરો બેફામ બની રહ્યાં છે. આવામાં પોલીસ કર્મચારીઓ ખુદ દારૂના છાટકા કરતા જોવા મળ્યાં છે. રાજ્યમાં દેશી દારૂનો લઈને લઠ્ઠા કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના અતુલ ખાતે નાનાપોઢાના PSI તેના મિત્રના બાંગ્લામાં 3 કોસ્ટબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ SPને મળેલી બાતમીના આધારે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ SPએ દારૂનો જથ્થો અને કાર તથા અન્ય વાહનો કબ્જે કરી આગળની તપાસ હાથ હતી.
રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. એકાએક ગુજરાતમાં પોલીસ એક્ટિવ થઈ છે કે, અને દારૂના ઠેકાણાઓ પર રેડ પાડી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ વિવિધ વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી દેશી દારૂના અડ્ડામાં રેડ કરવાની સૂચના આપી હતી. વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વલસાડના અતુલ ખાતે આવેલા એક બંગલામાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી.
આ પણ વાંચો : કેમિકલ કાંડમાં ભાજપ ચૂપ, રોજીદમાં પીડિત પરિવારોને મળવા છેવટે અલ્પેશ ઠાકોરને મોકલ્યા
વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા LCB અને અન્ય પોલીસ જવાનો સાથે હાઉસ રેડ કારી ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે રહેતા સન્ની બાવીસકર જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. વલસાડ SP એ ચેક કરતા માલૂમ પડ્યુ કે આ તો પોતાના જ વિભાગના અધિકારીઓ છે. તેમણે નાનાપોઢાના PSI અને 3 કોસ્ટબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ SP એ રૂ.9650 કિંમતનો દારૂનો જથ્થો અને 12 વાહનો જપ્ત કર્યાં છે. જેમાં 5 કાર તેમજ 7 બાઈક સહિત કુલ 26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આમ એક તરફ ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડને કારણે સર્જાયેલી મોતની હારમાળા વચ્ચે વલસાડના અતુલમાં યોજાયેલી શરાબ કબાબની મહેફિલમાંથી પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ પણ ઝડપાતા ગુજરાત પોલીસની વર્દી પર વધુ એક ડાગ લાગ્યો છે. જોકે વલસાડ એસપીએ કોઈપણ જાતની સેહશરમ રાખ્યા વિના આરોપી પીએસઆઇ અને પોલીસકર્મીઓ સહિત તમામ વિરોધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે