Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડનો ચોંકાવનારો કિસ્સો : રસોઈયાએ શાળામાં કરી તાંત્રિક વિધી, 12 મરઘા અને 1 બકરાની બલી પણ ચઢાવી

superstition case : શાળાના રસોઈએ બે તાંત્રિકોને બોલાવીને વિધિ કરાવી... શાળાથી થોડે દૂર નદી પાસે 25 નાળિયેળ, 12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવી

વલસાડનો ચોંકાવનારો કિસ્સો : રસોઈયાએ શાળામાં કરી તાંત્રિક વિધી, 12 મરઘા અને 1 બકરાની બલી પણ ચઢાવી

Valsad News : આર્ટિફિશિયલ ઇન્ટિલેજન્સના જમાનામાં આજે પણ અંધ શ્રદ્ધાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. વલસાડની એક શાળામાં અંધશ્રદ્ધાનો ખેલ ખેલાયો હતો. જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, ત્યાં ભુવો બોલાવીને વિધિ કરવામા આવી, એટલુ જ નહિ, શાળાથી દૂર નદી કિનારે 25 નારિયેળ, 12 મરધા અને એક બકરાની બલી પણ ચઢાવવામાં આવી છે. નદી કિનારે બલી ચઢાવ્યાના પુરાવા મળી આવ્યા છે. 

fallbacks

શાળાના રસોઈયાએ ભગત બોલાવીને કરી વિધિ
વલસાડના ધરમપુરથી અંધશ્રદ્ધાનો ચોંકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. 21મી સદીમાં પણ આવી અંધશ્રદ્ધા જોઈને તમને આશ્ચર્ય થશે. એક સ્કૂલમાં રસોઈયાએ શાળા પરિસરમાં બે તાંત્રિકને બોલાવી વિધિ કરી હતી. જી હા, વલસાડમાં ધરમપુરના નડગધરી ગામે સાદડપાડા સ્કૂલની ઘટના છે. જ્યાં 25 નાળિયેળ, 12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવવામાં આવી હતી. બલી ચઢાવવાની વિધિ શાળાથી દૂર નદીમાં કરવામાં આવી હતી. 

 

 

એસએમસી સભ્યોએ પોલીસને જાણ કરી 
ધરમપુર નડગધરી ગામે સાદડપાડા સ્કૂલમાં રસોઈયા દ્વારા શાળા પરિસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો એસએમસી સભ્યોએ આક્ષેપ કર્યો છે. એસએમસી સભ્યોએ આ અંગે પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે. જેમાં 25 નારીયળ,12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવવામાં આવી છે. 1 થી 8 ધોરણની સ્કૂલમાં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત બન્યા છે. સમગ્ર પ્રકરણે વલસાડ જિલ્લામાં ચકચાર જગાવી છે. 

ભારતના નક્શામાંથી ગાયબ થયેલી સરસ્વતી નદીના ગુજરાતમાં મળ્યા મોટા પુરાવા, કરાશે સંશોધન

અંબાલાલ પટેલે ચોખ્ખેચોખ્ખું કહ્યું : નવું વર્ષ છોડો, ઉત્તરાયણ પર પણ માવઠું વિલન બનશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More