નિલેષ જોશી/ભીલાડ : પોલીસ સ્ટેશન માં એક અત્યંત શર્મનાક ઘટના બની છે. જેમાં એક 8 વર્ષની માસૂમ બાળકીને 25 વર્ષનો યુવાને પોતાની હવસનો ભોગ બનાવી છે. ભીલાડના રમજાનનગરીમાં રહેતા જાવેદ ખાન નામના યુવાને પોતાની પડોશમાં રહેતી બાળકીને ચોકલેટ આપવાની લાલચે પોતાના ઘરમાં બોલાવી હતી. બાળકી બપોરે મામાના ઘરે રોટલી આપવા માટે ગઇ હતી. જ્યાંથી પરત ફરી રહી હતી ત્યારે જાવેદ ખાન તેને મળ્યો હતો. અહીં જ તેણે બાળકીને ચોકલેટની લાલચ આપી હતી.
બાળકી ચોકલેટની લાલચે બાળકી પણ તેની પાછળ પાછળ ઘરમાં ગઇ હતી. જો કે પહેલાથી જ મલીન ઇરાદા સાથે બેઠેલા નરાધમે બાળકી સાથે પહેલા અડપલા શરૂ કર્યા હતા અને ત્યાર બાદ સૃષ્ટીવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આટલી ક્રુરતા કર્યા બાદ બાળકીને ધમકાવી હતી કે, કોઈને કહીશ તો ખેર નથી. જો કે માસૂમ બાળકીએ હિંમત રાખીને સમગ્ર ઘટના પોતાની માતાને કહી હતી.
માતાએ તત્કાલ ભીલાડ પોલીસ ચોકીમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનાની ગંભીરતા જોઈને તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને ઝડપી લીધો હતો. જાવેદ ખાન 25 વર્ષનો છે અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. હાલ તો પોલીસ દ્વારા તેના પર 3બી અને 4 મુજબ ફરિયાદ દાખલ કરી અને પોસ્કોની કલમ લગાવી છે. તેને કડકમાં કડક સજા મળે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે