Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડના કીકરલા ગામના ઉપસરપંચ 11 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

જિલ્લાના કીકરલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અલ્પેશ રાઠોડ રૂપિયા 11 હજારની લાંચ લેતા ACBની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે.

વલસાડના કીકરલા ગામના ઉપસરપંચ 11 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

વલસાડ: જિલ્લાના કીકરલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અલ્પેશ રાઠોડ રૂપિયા 11 હજારની લાંચ લેતા ACBની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ઉપસરપંચ અગાઉ પણ અનેક વખત વિવાદમાં રહી ચુક્યો  છે. જોકે આ વખતે એક વેપારીએ કીકરલા ગામની હદમાં ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે ત્રણ દુકાનો ભાડે રાખી હતી. આથી  આ દુકાનોના ભાડા કરાર અને એન.ઓ.સી.મેળવવા માટે પંચાયતમાં અરજી કરી ઉપસરપંચ અલ્પેશ રાઠોડનો સંપર્ક કર્યો હતો. જોકે એન.ઓ.સી આપવાના બદલામાં ઉપસરપંચ અલ્પેશ રાઠોડે ફરિયાદી પાસે 15 હજાર રૂપિયાની લાંચની માંગ કરી હતી. અને અંતે લાંચ પેટે 13 હજાર નક્કી કરવામાં આવ્યા હતા. 

fallbacks

ACBએ ટ્રેપ ગોઠવી લાંચીયા સરપંચને ઝડપી પાડ્યો 
આથી જે તે વખતે ફરિયાદીએ બે હજાર રૂપિયા આરોપી ઉપ સરપંચ અલ્પેશ રાઠોડને  આપી દીધા હતા. બાકીના 11 હજાર રૂપિયાની માંગ થતા ફરિયાદીએ વલસાડ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ લાંચિયા ઉપ સરપંચને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જે દરમિયાન વાપીના ગોલ્ડ કોઇન સર્કલ નજીક કીકરલાનો ઉપસરપંચ અલ્પેશ રાઠોડ ફરિયાદી પાસેથી 11 હજાર રોકડા લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયો હતો. અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More