Home> Gujarat
Advertisement
Prev
Next

આર. સી. પટેલનો હુંકાર, 'ભાજપને વરેલા જલાલપોરમાં આપને ઘુસવા નહીં દે'

કેજરીવાલે ગુજરાતની જનતાને ફ્રી વીજળી આપવાની અને પહેલા ત્રણ મહિના 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યો છે. આપની જાહેરાત બાદ અંદરખાને દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ચૂક્યા છે.

આર. સી. પટેલનો હુંકાર, 'ભાજપને વરેલા જલાલપોરમાં આપને ઘુસવા નહીં દે'

ધવલ પરીખ/સુરત: રાજ્યમાં વિધાનસભાના ડાકલા વાગવા લાગ્યા છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જ નહીં, આમ આદમી પાર્ટી પણ ઝંપલાવવા જઈ રહ્યું છે એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી બાજુ રાજ્યની જનતાને લોભાવવા માટે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવીને ત્રણ મોટી જાહેરાત કરી દીધી છે. 

fallbacks

કેજરીવાલે ગુજરાતની જનતાને ફ્રી વીજળી આપવાની અને પહેલા ત્રણ મહિના 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યો છે. આપની જાહેરાત બાદ અંદરખાને દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ચૂક્યા છે.

યાત્રિકો માટે સૌથી મોટા ખુશખબર, ગિરનાર રોપ-વેની મુસાફરીમાં તોતિંગ ભાવ ઘટાડો

વિજલપોરમાં વંદે ગુજરાત યાત્રા દરમિયાન જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. આર. સી. પટેલે હુંકાર ભરતા જણાવ્યું છે કે, ભાજપને વરેલા જલાલપોરમાં આમ આદમી પાર્ટીને ઘુસવા નહીં દે. આ નિવેદન બાદ વિજલપોર અને જલાલપોર વિસ્તારમાં ફરતા આપના કાર્યકર્તાઓએ ચિંતા વ્યક્ત કરી છે. 

ચૂંટણીનું બ્યૂગલ ફુંકાશે! RSS પ્રમુખ મોહન ભાગવત આવશે ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

આર. સી. પટેલે ઉમેર્યું હતું કે, આપ મફત વીજળી આપવાના નામે ભરમાવવાની વાત કરી રહ્યું છે, અને હજુ આગામી સમયમાં રાજ્યની જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરશે. પણ ભાજપને વરેલા લોકો અને કાર્યકરો ભરમાશે નહીં. કાંઠામાં તો આપવાળાને ઘુસવા નહીં દે. પણ વિજલપોરમાં લોકો ખોટા વચનોમાં ભરમાઈ ન જાય એનું ધ્યાન રાખવા કાર્યકર્તાઓને ખાસ સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More