Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે પગ લપસ્યો, મિત્રોની નજર સામે તણાયા

Vadodara Builder Sink In Ganga River : વડોદરાના જાણીતા બિલ્ડર ઋષિકેશમાં ગંગા નદીમાં ડુબ્યા... મિત્રો સાથે ગંગાસ્નાન કરતા સમયે બની દુર્ઘટના... હજી સુધી મૃતદેહ મળ્યો નથી 

વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે પગ લપસ્યો, મિત્રોની નજર સામે તણાયા

Vadodara News : વડોદરાના સન સીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ ગંગા નદીમાં સ્નાન કરતી વખતે પગ લપસતા તણાયા છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા સમીર શાહ અન્ય મિત્રો સાથે ગંગા સ્નાન કરવા ગયા હતા. ઋષિકેશમાં ગંગા સ્નાન કરતી વખતે મિત્રોની નજર સામે જ બિલ્ડર નદીમાં તણાયા હતા. ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોએ 20 કિલોમીટરના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે. પરંતું હજી સુધી બિલ્ડરનો મૃતદેહ નથી મળ્યો.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના સનસીટી ગ્રૂપના નામાંકિક બિલ્ડર સમીર શાહ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ઋષિકેશ ગયા હતા. રવિવારે સવારે 11 વાગ્યે તેઓ મિત્રો સાથે ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. તેમણે સ્નાન કરતા સમયે સાંકળ પકડી હતી, પરંતું અચાનક તેમનો પગ લપસી ગયો હતો, અને તેઓ ગંગી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા. 

અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ

આ બાદ તેમના મિત્રોએ તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરી હતી, જે બાદ તેમનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. બચાવ કામગીરી કરતી ટીમો દ્વારા હેલીકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી. બિલ્ડર સમીર શાહ જે જગ્યાથી તણાયા હતા ત્યાંથી આગળના વિસ્તારમાં હેલીકોપ્ટર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, હજી સુધી તેમનો મૃતદેહ મળ્યો નથી. 

આમ, બિલ્ડર સમીર શાહ મિત્રોની નજર સામે જ ગંગા નદીના પાણીમાં ગરકાવ થયા હતા. બીજી તરફ, તેમનો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મના પરિવારના અન્ય સભ્યો પહેલાથી જ લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ઋષીકેશમાં હતા. હાલ આખો પરિવાર અને મિત્રો ચિંતાતુર બન્યા છે. 

બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More