Home> Gujarat
Advertisement
Prev
Next

દિવા તળે અંધારુ: ખ્યાતનામ બિલ્ડરને પણ નડી મોંઘવારી, ગાડીની ટાંકી ફુલ કરી ભાગી જતો અને...

વાપીના ફણસા ગામના એક બિલ્ડરના 25 વર્ષીય દીકરાએ પોતાની લક્ઝીરિયસ કારમાં ભીલાડ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપમાં પોતાની કારની ટેન્ક ફુલ કરવા માટે ત્યાંના કર્મચારીને કહ્યું અને પેમેન્ટ હું બાર કોડથી સ્કેન કરીશ કહી કર્મચારીને ફુલ ટેન્ક પેટ્રોલ ભરવા કહ્યું અને

દિવા તળે અંધારુ: ખ્યાતનામ બિલ્ડરને પણ નડી મોંઘવારી, ગાડીની ટાંકી ફુલ કરી ભાગી જતો અને...

નિલેશ જોશી/ વાપી: વાપીના ફણસા ગામના એક બિલ્ડરના 25 વર્ષીય દીકરાએ પોતાની લક્ઝીરિયસ કારમાં ભીલાડ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપમાં પોતાની કારની ટેન્ક ફુલ કરવા માટે ત્યાંના કર્મચારીને કહ્યું અને પેમેન્ટ હું બાર કોડથી સ્કેન કરીશ કહી કર્મચારીને ફુલ ટેન્ક પેટ્રોલ ભરવા કહ્યું અને જેવી ટેન્ક ફુલ થઈ ગઈ એટલે તે યુવક કાર લઈને ફરાર થઈ ગયો હતો.

fallbacks

પેટ્રોલ પંપ કર્મચારી તેની પાછળ ભાગ્યો પરંતુ તે યુવક પોતાની કારને પૂરપાટ ભગાડી જતા સીસીટીવીમાં કેદ થયો હતો. જ્યારે કર્મચારીએ મેનેજરને જાણ કરી તે બાદ ભીલાડ પોલીસને આ અંગે ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોતાના બાતમીદારોને કામે લગાડ્યા હતા. આ યુવક બીજા પેટ્રોલ પંપ પર પણ આ પ્રકારે પેટ્રોલ ભરાઈને ભાગી છૂટ્યો હોવાનું બાતમીદારે જણાવ્યું હતું.

Ahmedabad: પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનની માંગી મંજૂરી, અરવિંદ વેગડા સહિતના કલાકારોએ કરી રજૂઆત

કારના નંબરના આધારે તપાસ કરતા આ યુવકે મહારાષ્ટ્રમાં પણ કઈ કેટલાક પેટ્રોલ પંપ આવી જ રીતે પેટ્રોલ નંખાવી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ આ યુવકની તપાસ કરતા ફણસાના એક બિલ્ડરનો છોકરો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરન કાર્યવાહી કરી અને ક્યાં કેટલા પેટ્રોલ પટ્રોલ પંપ ઉપર આ યુવકે આવી જ હરકત કરવામાં આવી હોવાનું પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More