Home> Gujarat
Advertisement
Prev
Next

આ પાટીદાર દંપતી આયુર્વેદ અને જંગલોને સાચવવા જે કરે છે તેના માટે જીગર જોઈએ

Vapi News : આ વાડીમાં કામ કરતા આ પટેલ દંપંતી નિવૃત્ત શિક્ષક છે. આ દંપતીએ પોતાના વાડીમાં આયુર્વેદિક ઝાડ અને વેલાનું જતન કર્યું છે. લગભગ 250 થી વધુ જુદી જુદી આયુર્વેદિક વનસ્પતિઓ ધરાવતી આ વાડીમાં નવા નવા છોડ સતત વધી રહ્યાં છે. આયુર્વેદિક દવાઓ જંગલમાં ઉગતી વનસ્પતિઓમાંથી મેળવાય છે

આ પાટીદાર દંપતી આયુર્વેદ અને જંગલોને સાચવવા જે કરે છે તેના માટે જીગર જોઈએ

Ayurveda નિલેશ જોશી/વાપી : આજના આધુનિક યુગમાં મેડિકલ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. દેશ અને દુનિયામાં રોગોના ઝડપી નિવારણ માટે એલોપેથી દવાઓનો લોકો આગ્રહ રાખે છે. પરંતુ આપણા દેશમાં આદિકાળથી ગમે તેવા હઠીલા રોગ માટે આયુર્વેદને જ અક્સીર ઈલાજ માનવામાં આવે છે. ત્યારે જંગલોના આડેધડ કપાણને કારણે અંતરિયાળ જંગલમાં જોવા મળતા આયુર્વેદિક વૃક્ષ, છોડ વેલાઓની ઘટતી સંખ્યા અને આયુર્વેદના અસ્તિત્વ પર જોખમ ઉભું થયું છે. ત્યારે આવી જ વનસ્પતિની દુનિયાનું એક નિવૃત્ત શિક્ષક દંપતીએ જતન કર્યું છે અને તેમના આ જતનમાં વિવિધ વનસ્પતિઓનો ઉમેરો થઇ રહ્યો છે. 

fallbacks

ખેતરમાં મોટાભાગે ખેતી થતી જોવા મળે છે. શાકભાજી, ડાંગર, કેરી વગરેની ખેતીથી ખતરો ભરાયેલા હોય છે. પરંતુ આ ખેતર રોગોની દવાઓથી ભરાયેલું છે. વાપી નજીક આવેલા રાતા ગામમાં આવેલ આ આંબાવાડીમાં કેરીના વૃક્ષોની સાથે સાથે દુર્લભ આયુર્વેદિક વેલાઓ છોડ અને ઝાડ આવેલા છે. અને આ વાડીની સંભાળ રાખે છે એક નિવૃત્ત શિક્ષક દંપતી. વાપી પાસે આવેલ રાતા ગામમાં રહેતો પટેલ પરિવાર આયુર્વેદની જાળવણીમાં લાગ્યો છે. તેમને આ માટેની પ્રેરણા ખુદના પરિવારમાંથી જ મળી છે. તેમના માતા બીમાર હતા અને એના ઈલાજ માટે તેમણે મોટાભાગના ડોકટરોના પગથિયાં ઘસી કાઢ્યા હતા. જોકે કોઈ નિવેડો નહિ આવતા તેઓ આખરે આયુર્વેદિક ઉપચારના શરણે ગયા અને તેમના માતા આયુર્વેદિક દવાથી સાજા થઇ ગયા હતા. તે દિવસથી તેઓએ પ્રણ લીધું કે, આયુર્વેદ તરફ પ્રેરાયા. જે બાદ વનસ્પતિનું ખેતર ઉભું કરવાનો તેમણે નિર્ધાર કરી લીધો હતો.

આ દંપતી છે કનુભાઈ પટેલ અને ભાનુબેન પટેલ. આ વાડીમાં કામ કરતા આ પટેલ દંપંતી નિવૃત્ત શિક્ષક છે. આ દંપતીએ પોતાના વાડીમાં આયુર્વેદિક ઝાડ અને વેલાનું જતન કર્યું છે. લગભગ 250 થી વધુ જુદી જુદી આયુર્વેદિક વનસ્પતિઓ ધરાવતી આ વાડીમાં નવા નવા છોડ સતત વધી રહ્યાં છે. આયુર્વેદિક દવાઓ જંગલમાં ઉગતી વનસ્પતિઓમાંથી મેળવાય છે. 

આ પણ વાંચો : 

અમરેલીમાં થશે તુર્કી જેવું? 400 જેટલા ભૂકંપના આંચકા આવવાનુ સાચું કારણ સામે આવ્યું

પરિવારની શંકા સાચી નીકળી: દીકરાનો અકસ્માત નહિ પણ મર્ડર થયું, મોટી હકીકત ખૂલી

આ વિશે કનુભાઈ પટેલ કહે છે કે, વિકાસના નામે જે રીતે જંગલનું આડેધડ નિકંદન નીકળી રહ્યું છે. જેના કારણે આવતા ટૂંક જ સમય માં દુર્લભ જડીબુટ્ટી અને વનસ્પતિ માત્ર પુસ્તકોમાં જ રહી જશે. જેથી આવી જ વનસ્પતિઓનું જતન કરવા આ નિવૃત્ત શિક્ષક દંપતીએ નિર્ધાર કર્યો છે. અને તેમના આ જતનમાં વિવિધ વનસ્પતિઓનો ઉમેરો થઇ રહ્યો છે. આ વનસ્પતિઓમાંથી દવાઓ બનાવવામાં આવે છે. સાથે જ તેમણે ગીર ગાયનું પણ સંવર્ધન કર્યું છે. અને ગીર ગાયના દૂધ, ગૌ મૂત્ર, છાણ થકી પંચદ્રવ્ય બનાવે છે. જેના વેચાણ થકી આર્થિક ઉપાર્જન પણ થઈ રહી છે. આ નિવૃત્ત શિક્ષક દંપતી આગામી સમયમાં હજુ પણ તેમના ખેતરમાં વનસ્પતિના છોડ વધારવા મક્કમ છે. અને લોકોની સેવા કરવાની તક મળે એવો નીર્ધાર રાખી રહ્યા છે.

કનુભાઈની વાડી વનસ્પતિનું જાણે મ્યુઝિયમ ભાસી રહ્યું છે, તેમણે દરેક પ્રકારના રોગ માટેની વનસ્પતિઓનો ઉછેર કર્યો છે. જેમાં કેન્સર, અસ્થમા, સોરાયસીસ જેવા હઠીલા રોગની પણ દવા છે. છેલ્લા 2 દશકથી આયુર્વેદના જતન કરતા આ દંપતીનો દીકરો પણ આયુર્વેદમાં જ માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ સ્થાનિક લોકોની સારવાર માટે આગળ આવ્યા છે. વાપી પંથકના લોકો માટે કનુભાઈનું ખેતર વરદાન સમું સાબિત થઇ રહ્યું છે. કેમકે અહી થતો રોગનો ઈલાજ જડમૂળથી નાબુદ થઇ જાય છે. જોકે એટલું જ નહિ, પણ ડોક્ટરની દવાના માત્ર નજીવા ખર્ચમાં દર્દીને દવાઓ મળી જાય છે. આ વાડી થકી બનાવામાં આવતી દવા તાજી અને ભેળસેળ વિનાની હોવાથી વધુ અસરકારક હોય છે. એટલા માટે તેની અસર ઝડપી થાય છે. 

એલોપેથી, હોમિયોપેથીક જેવી દવાઓ સામે આયુર્વેદિક એક અલગ દવા છે. આદિકાળમાં આજ દવાઓનો ઉપયોગ થતો અને ભલભલા રોગ આજ વનસ્પતિથી સારા થતા હતા. જોકે આજના આધુનિક જમાનામાં લોકો આયુર્વેદિક ઉપર ઓછો વિશ્વાસ કરે છે. ત્યારે વનસ્પતિનું જતન કરી આયુર્વેદનું જતન કરતું આ નિવૃત્ત શિક્ષક દંપતીના આ ભગીરથ પ્રયાસ આવનાર પેઢી માટે વરદાન સાબિત થશે.

આ પણ વાંચો : 

સોનાની લગડી જેવી આ સરકારી સ્કીમ મહિલાઓને કારણે ફેલ થઈ, ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમની આવી છે

બજેટમાં વિભાગને સાચવ્યા કે મંત્રીને? જાણો કયા મંત્રીને કેટલા કરોડ રૂપિયા વાપરવા મળશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More