Home> Gujarat
Advertisement
Prev
Next

વાવમાં ભાજપ-કોંગ્રેસને ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર! કહ્યું, મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી પણ મને હરાવવા આવ્યા

Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં છે..ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરેલા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠાના ભાભરમાં મુખ્યમંત્રીની સભા પહેલા માવજી પટેલે મતદારોને સંબોધીને એક સૂચક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અહીં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવ્યા છે. તમામ સમાજના આગેવાનો આવશે. પરંતુ જો તમે જો  ઈચ્છશો તો મને કોઈ રોકી નહીં શકે. મારી જીત થશે તો સૌ મને આવો એમ કહેશે

વાવમાં ભાજપ-કોંગ્રેસને ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર! કહ્યું, મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી પણ મને હરાવવા આવ્યા

Gulabsinh Rajput Vs Swarupji Thakor અલકેશ રાવ/બનાસકાંઠા : વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો જોરશોરથી ગામડે-ગામડે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદાતાઓને પોતાની તરફ ઝુકવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલ ગામે-ગામ ચૂંટણી સભા યોજીને પ્રચાર કરીને પોતાને મત આપવા અપીલ કરી રહ્યા છે. જોકે માવજી પટેલ આ ચૂંટણીને ચૂંટણી નહિ પણ યુદ્ધ ગણાવ્યું છે. પોતાના નિશાન બેટથી ફટકા મારી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

fallbacks

વાવની ચૂંટણીમાં સભાઓ આક્રમક બની 
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ -કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો મતદારોને રીઝવવા ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપથી નારાજ થઈને અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલ ગામડે-ગામડે જઈને સભાઓ યોજીને આક્રમક રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. માવજી પટેલની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. 

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાત

ચૂંટણી પ્રચાર દરમિયાન માવજી પટેલે ઝી 24કલાક સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે આ ચૂંટણી નથી પણ મહાભારતનું યુદ્ધ છે. ભાજપે મારી સાથે અન્યાય કર્યો છે. જે રીતે મને ભાજપે અન્યાય કર્યો છે. એવી જ રીતે કોંગ્રેસે પણ તેના અન્ય કાર્યકર્તાઓને નારાજ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના ઘરમાં આ વખતે 7મી વખત ટીકીટ આપી છે. એમના દાદા હેમાભાઈ જીતે તો પણ ટીકીટ આપી અને હાર્યા તો પણ ટીકીટ આપી અને ગુલાબસિંહને ફરીથી ટીકીટ આપી છે અને કોંગ્રેસના અન્ય દાવેદારોને અન્યાય કર્યો છે. હું ચૂંટણીમાં બેકારી, ખેડૂતોની જમીનનો સર્વેનો, મોંઘવારી, કેનાલના પાણીનો, ખારા પાણીનો મુદ્દો, પીવાનું શુદ્ધ પાણી નથી મળતું તે મુદા લઈને નીકળ્યો છું. મને વિશ્વાસ છે કે મારા તમામ સમાજના લોકો ચૂંટણીમાં મતરૂપી ફટકાબાજી કરશે અને મને જીત અપાવશે

આજે બનાસકાંઠાના ભાભરમાં ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભા યોજે તે પહેલાં માવજી પટેલે એક નિવેદનમાં કહ્યું કે, આજે મને મુખ્યમંત્રી હરાવવા આવ્યા છે. ગઈકાલે હોમ મિનિસ્ટર આવ્યા હતા. ગુજરાતના તમામ મંત્રીઓ આવી જશે. બધાય સમાજના આગેવાનો આવી જશે. જો એક ટપકું તમે વધારી દીધું તો માવજી ભાઈને કોઈ નહિ રોળી શકે. પછી મુખ્યમંત્રી પણ કહેશે કે આવો માવજીભાઈ... અધ્યક્ષ સાહેબ પણ કહેશે આદરણીય  માવજીભાઈ અને હોમ મિનિસ્ટર પણ કહેશે આવો માવજીભાઈ.

બિલ છે કે બજેટ! સિંચાઈ વિભાગે ગુજરાતની એક પાલિકાને ફટકાર્યું 4586 કરોડનું બિલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More