MBBS Students Fail ચેતન પટેલ/સુરત : સુરતમાં વીર નર્મદ યુનિવર્સીટી સંલગ્ન મેડીકલ કોલેજોનું એમ.બી.બી.એસ. ત્રીજું વર્ષ પાર્ટ-૧ નું પરિણામ જાહેર થયું હતું, જેમાં ૭૯૫ માંથી ૧૨૨ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા. કારણ કે તેઓને પ્રેક્ટીકલ પરીક્ષામાં બ્લડ પ્રેશર માપતા આવડ્યું ન હતું. બીજી તરફ નાપાસ વિદ્યાર્થીઓએ કુલપતિને રજૂઆત કરવા માટે પણ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન મેડીકલ કોલેજોનું એમ.બી.બી.એસ. ત્રીજું વર્ષ પાર્ટ-૧ નું પરિણામ જાહેર થયું હતું. જેમાં ૭૯૫ માંથી ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ ૮૪.૨૮ ટકા આવ્યું છે. જ્યારે નાપાસ થનારા ૧૨૨ માંથી ૪૧ જેટલા વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીમાં કુલપતિ પાસે પહોચ્યા હતા. જ્યાં તેમણે કુલપતિને આવેદન આપી ફરી પરીક્ષા લેવા માંગ કરી હતી. જેથી કુલપતિએ તપાસ કરી હતી. તપાસના અંતે જાણવા મળ્યું કે, વિધાર્થીઓને બ્લડ પ્રેશર માપવા સહિતની મેડિકલની બેઝિક બાબતો પણ પ્રેક્ટિકલ પરીક્ષામાં આવડતી ના હતી. જેથી તેમને નાપાસ કરાયા હતા.
આ પણ વાંચો :
ગુજરાતના તાતના માથે આવતીકાલે આવશે આફત, સમજી ન શકાય તેવી ઋતુની આગાહી
ઉલ્લેખનીય છે કે, એમબીબીએસ થર્ડ યર પાર્ટ-૧ માં ૭૯૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૭૬૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે ૧૨૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ ઉપરાંત ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ યુનિવર્સીટીનું એમબીબીએસ થર્ડ યર પાર્ટ ૧ ની પરીક્ષાનું પરિણામ ૮૪.૨૮ ટકા આવ્યું હતું.
આ અંગે કુલપતિ કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે, ૧૨૨ જેટલા વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ પરીક્ષામાં નાપાસ થયા હતા. જેની અનઔપચારિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મેડિકલ ટર્મ્સના જે સવાલો પૂછવામાં આવ્યા હતા તેના સંતોષકારક જવાબ ન આપતા તેઓને પાસિંગ માર્ક્સ પણ ફાળવવામાં આવ્યા નથી. પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ સારી રીતે પ્રેક્ટીકલ કરી શકે તે માટે ગર્વમેન્ટ કોલેજના પ્રશાસન અને યુનિવર્સીટી બંને વચ્ચે સંકલન કરીને જરૂરી સેમિનાર તેમજ જરૂરી પ્રયત્નો કરવામાં આવશે. ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને વિદ્યાર્થીઓમાં ગ્રોથ કઈ રીતે લાવી શકાય તે અંગે પ્રયાસ કરાશે.
ગુજરાતના જો ભવિષ્યના એમબીબીએસ તબીબો આવા હોય તો દર્દીઓનું થશે જે આવા તબીબોની હેઠળ તાલીમ લેશે. શું આ રીતે ભણશે ગુજરાત.
આ પણ વાંચો :
ઓ બાપ રે, દાંત ઈમ્પ્લાન્ટનો સ્ક્રુ શરીરમાં એવો ફસાયો કે વૃદ્ધને નજર સામે મોત દેખાયું
BMW થી અકસ્માત કરનાર નબીરાની ગાડીમાં ભાજપનો ખેસ, માલેતુજાર પરિવાર રાતોરાત ગાયબ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે