Home> Gujarat
Advertisement
Prev
Next

ગૃહિણીઓને શું ખરીદવું કે શું ન ખરીદવું તેનું ટેન્શન, શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા

તહેવારોની સીઝન શરુ થતાની સાથે જ ગૃહણીઓ પર મોંઘવારીનો પહેલો કોરડો વિંઝાઈ ગયો છે. દેશભરમાં ધોધમાર વરસાદ બાદ અલગ અલગ રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક ઓછી થતા જ ભાવો આસમાને પહોંચી ગયા છે. એપીએમસીમાં પણ જથ્થામાં આવતી શાકભાજી મોંઘી આવી રહી છે અને છુટક બજારોમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ પોતાનું કમિશન વધારીને વધુ નફો રઝળી રહ્યા છે. કેમ શાકભાજી મોંઘી મળી રહી છે તે માટે હોલસેલ અને છુટક વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી ત્યારે વાત બહાર આવી કે, શાકભાજી સસ્તી આવે છે પણ કેટલાક છુટક વેપારીઓ નાગરિકોની મજબુરીનો લાભ લઈને મોંઘી શાકભાજી વેચી રહ્યાં છે.

ગૃહિણીઓને શું ખરીદવું કે શું ન ખરીદવું તેનું ટેન્શન, શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા

અમદાવાદ :તહેવારોની સીઝન શરુ થતાની સાથે જ ગૃહણીઓ પર મોંઘવારીનો પહેલો કોરડો વિંઝાઈ ગયો છે. દેશભરમાં ધોધમાર વરસાદ બાદ અલગ અલગ રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક ઓછી થતા જ ભાવો આસમાને પહોંચી ગયા છે. એપીએમસીમાં પણ જથ્થામાં આવતી શાકભાજી મોંઘી આવી રહી છે અને છુટક બજારોમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ પોતાનું કમિશન વધારીને વધુ નફો રઝળી રહ્યા છે. કેમ શાકભાજી મોંઘી મળી રહી છે તે માટે હોલસેલ અને છુટક વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી ત્યારે વાત બહાર આવી કે, શાકભાજી સસ્તી આવે છે પણ કેટલાક છુટક વેપારીઓ નાગરિકોની મજબુરીનો લાભ લઈને મોંઘી શાકભાજી વેચી રહ્યાં છે.

fallbacks

મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના 7 ગેટ ખોલાયા 

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીના ભાવ ટ્રાન્સપોર્ટેશનના ગલ્લાતલ્લાને લઈને આસમાને પહોંચ્યા છે. હેલ્થની દ્રષ્ટિએ થાળીમાં લીલુ શાક હોવું એ આવશ્યક હોય છે, ત્યારે લીલી શાકભાજી મોંઘી છે અને ગૃહિણીઓ શાક વગર હવે રસોઈ બનાવતી થઈ છે. અલબત્ત લીલોતરી શાકના વિકલ્પ તરીકે ગૃહિણીઓ કઠોળનો ઉપયોગ કરે છે. પરંતુ હવે પડતાં પર પાટુ પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે હવે લીલા શાકની સાથે ક્યાંકને ક્યાંક કઠોળ પણ મોંઘા થયા છે. બજારભાવ કરતાં કઠોળના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓ માટે રસોઈમાં શું બનાવ્યું તેઓ એક વેધક પ્રશ્ન ઉભો થયો છે. 

ગુજરાતમાં વરસાદને લઈને પરિસ્થિતિ બગડી છે, ત્યારે ખાસ કરીને લીલી શાકભાજી બજારમાં હવે મોંઘી મળતી થઈ છે. શાકભાજીના વિકલ્પ તરીકે હવે ક્યાંકને ક્યાંક ગૃહિણીઓ કઠોળનો વપરાશ કરી રહ્યાં છે. ત્યારે કઠોળના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થતિ બાદ તમામ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે.

બીજી તરફ, વડોદરામાં કઠોળના ભાવોમાં વધારો થવાના બદલે ઘટાડો થયો છે. કારણ કે વડોદરામાં પુર બાદ બજારમાં ભારે મંદી છવાઈ છે. વડોદરાના સૌથી મોટા અનાજ કરિયાણાના હાથીખાના માર્કેટમાં વેપારીઓ સાથે વાતચીત કરાઈ. આ વેપારીઓનુ કહેવુ છે કે કઠોળના ભાવો વધવાના બદલે થોડા ઘણા ઘટયા છે. કારણ કે બજારમાં મંદીનો માહોલ છે. આવી જ મંદી રહી તો ભાવો હજી ઘટશે. 

વડોદરામાં કઠોળના ભાવ

કઠોળ ભાવ ( કિલોમાં ) ભાવ ( કિલોમાં )
  નવા જુના
મગ 64 64
મગ મોગર 77 78
ચણા 56 56
અડદ 57 58
વટાણા 72 72
તુવેર 67 65
મઠ 62 63

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More