Home> Gujarat
Advertisement
Prev
Next

ગરમીમાં શાકભાજીનાં ભાવમાં બમણો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું

ગરમીમાં સૌથી વધુ વપરાતા લીંબુના 140 રૂપિયે પ્રતિ કિલો અને લીલા મરચા રૂ.160ના કિલોના ભાવે પહોંચી જતાં મધ્યમ અને ગરીબ વર્ગ હેરાન-પરેશાન

ગરમીમાં શાકભાજીનાં ભાવમાં બમણો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું

મૌલિક ધામેચા / અમદાવાદઃ ગરમી વધતાની સાથે જ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જે શાકભાજી પહેલા રૂ. 40 થી 60 કિલો મળતું હતું, હવે તેના ભાવ બમણા થઇ ગયા છે. શાકભાજીની આવક ઓછી થઈ જતાં તેની સીધી અસર ભાવ પર પડી રહી છે. શાકભાજીના વધતા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. ટૂંકા પગારમાં ગુજરાત ચલાવતો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હેરાન-પરેશાન થઈ ગયો છે. 

fallbacks

શાકભાજી    ભાવ (રૂ.પ્રતિ કિગ્રા)
મરચા               160 
લીંબુ                 140
આદુ                 150   
પરવળ             130
વટાણા             130 
ચોળી               120
ગવાર              120 
ભીંડા                110               
કાકડી                 70     

ઉનાળુ શાક કે જેવા કે ચોળી, ગવાર, ભીંડા, ડુંગળી-બટાકાના ભાવ વધી જતા લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ઉનાળામાં ફ્રૂટ પણ ઓછા આવતા હોય છે અને શાકભાજી પણ ઘટી જતા હોય છે. ઓછા શાકભાજી હોય અને તેમાં પણ મોંઘા હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ પર બેવડો માર પડતો હોય છે. વેકેશનમાં ખર્ચા વધુ હોય છે અને તેમાં કમ્મરતોડ મોંઘવારી લોકોની મુશ્કેલી વધારતી હોય છે.

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More