મૌલિક ધામેચા/અમદાવાદ : પોલીસના નામે કે ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ કરતા હોવાની અનેક ઘટના અવાર નવાર સામે આવી છે. ત્યારે ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચના નામે વેપારીનું અપહરણ કરી 3 લાખની માંગ કરી 20 હજાર પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા 5 આરોપીએ ક્રાઇમ બ્રાંચના પોલીસ તરીકે પોતાની ઓળખ આપી ભાજીપાઉની દુકાને તોડ કરવામાં ઇરાદે જઈ વેપારીનુ અપહરણ કરી 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો.
અમિત શાહ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનારા ફિલ્મ ડાયરેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ
આ આરોપીઓના નામ છે રાજન પટેલ, પ્રદિપ પાટીલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ જોધા અને અમિત પટેલ છે. આરોપીઓએ ગત 7 મેં ના રોજ રાત્રી દરમ્યાન કાર લઈ ભાજીપાઉંની દુકાને પોહચ્યાં હતા. અહીંયા બાળકોને કામ કરાવો છો? અને મોડી રાત સુધી કેમ દુકાન ખૂલ્લી રાખો છો એમ કહી કેસ કરવામાં બહાને માલિકને લઈ ગયા હતા. ભાજીપાઉંની દુકાનનો માલિક ઈન્દ્રલાલ જાટ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. હાલમાં ભાજીપાઉંની દુકાન ચલાવતો હતો. આ તમામ ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં પણ કેદ થયા છે.
સેક્સી નહી નશીલો મેકઅપ: આ પાવડર લગાવતાની સાથે જ યુવતીઓ ભુલી જતી ભાન અને...
આરોપીઓએ વેપારીને પોલીસ કેસ ન કરવા માટે 3 લાખની માંગ કરી રૂપિયા 20 હજાર પડાવી લીધા હતા. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 7 મેં ના રાત્રી દરમ્યાન વેપારી તેઓ તેમની લારી પર વેપાર ધંધો કરતા હતા. ત્યારે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં પાંચ માણસો લારી ઉપર આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, આ લારીનો માલિક કોણ છે. તમે કેમ નાના છોકરાને કામ માટે રાખો છો. તેમ કહી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાચના નામે આપી કેસ કરવાની ધમકી આપી.
ગોંડલ ભડભડ ભડકે બળતું હશે અને ફાયર ઓફીસર ધાબે બેઠા બેઠા ખજુર ખાતા હશે
નરોડા પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને અપહરણ કર્યું અને પોલીસ કેસ ન કરવા માટે ત્રણ લાખની માંગ કરી હતી. જોકે વેપારી પાસે રૂપિયા ન હોવાથી એટીએમ મારફતે 20000 પડાવી લીધા હતા. જેની તપાસ કરતા આ કેસમાં મુખ્ય આરોપી રાજન પટેલ સાયબર ક્રાઇમમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાની હકીકત સામે આવી.જેની પણ પોલીસે ધરપકડ કરી છે. નરોડા પોલીસે હાલ અપહરણ અને લૂંટની કલમો. અંતર્ગત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પરંતુ આરોપી ટોળકીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ ? અને અન્ય કોઈ વેપારી પાસે પોલીસના નામે રૂપિયા પડ્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે