Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: શાકભાજીનાં વેપારીની ઘાતકી હત્યા, પોલીસને તેની પત્ની પર શંકા

શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેંગ વોર બાદ ફરી એક યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઇ હતી. શાકભાજી વેચી પોતાના પરિવારજનો ગુજરાત ચલાવનાર યુવાની વહેલી સવારે પરવીન હત્યા કરી નાખવામાં આવી હતી. જો કે આ ઘટનામાં પત્ની શંકાના દાયરામાં આવી છે. સુરતના પાંડેસરા ગણેશનગરમાં રહેતા પ્રેમલાલ ગુપ્તા મૂળ યુપીના રહેવાસી છે. શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

સુરત: શાકભાજીનાં વેપારીની ઘાતકી હત્યા, પોલીસને તેની પત્ની પર શંકા

ચેતન પટેલ/સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેંગ વોર બાદ ફરી એક યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઇ હતી. શાકભાજી વેચી પોતાના પરિવારજનો ગુજરાત ચલાવનાર યુવાની વહેલી સવારે પરવીન હત્યા કરી નાખવામાં આવી હતી. જો કે આ ઘટનામાં પત્ની શંકાના દાયરામાં આવી છે. સુરતના પાંડેસરા ગણેશનગરમાં રહેતા પ્રેમલાલ ગુપ્તા મૂળ યુપીના રહેવાસી છે. શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

fallbacks

ટ્રમ્પ બનશે ગુજરાતનાં મહેમાન, CM વિજય રૂપાણીએ દિલ્હીમાં કરી જાહેરાત

બુધવારે વહેલી સવારે 4 અજાણ્યા ઇસમ તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા. પ્રેમલાલ પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા હતા. હત્યારાઓ હદે ગુસ્સો હતો કે પ્રેમલાલની ગળું અને નાક કાપી કરપીણ હત્યા કરી નાખી હતી. આ  ઘટના બાદ પત્ની દ્વારા બુમાબુમ કરી નાખવામાં આવી હતી. બુમાબુમ સાંભળતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. જો કે હત્યારાઓ તે પહેલા જ ભાગી છુટ્યા હતા.

પેરાલિસિસની દવાનાં બહાને ઉંટવૈદ્ય ઇમામુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી

બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ અને ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રેમલાલના ગળા પર રસ્સી પણ જોવા મળી હતી. જેથી પોલીસે પત્નીને શંકાના દાયરામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી. આસપાસના લોકોએ નિવેદન નોંધાવ્યું હતું કે, અવારનવાર બંન્ને વરચે ઝઘડો ચાલતો આવતો હતો. જેથી પોલીસે હાલ પત્નીની વધુ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. હવે જોવાનુંએ રહ્યું કે પોલીસ ક્યારે હત્યારાઓ ને ઝડપી પાડી જેલ ભેગા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More