Ahmedabad News: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સાવકી માતા દ્વારા બે દિકરીઓને ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. 7 અને 14 વર્ષની દીકરીઓ કામ નહીં કરતી અને રમકડું લેવાની જીદ કરતા માર મારવામાં આવ્યો હોવાથી તે અર્ધબેભાન અવસ્થામાં હતી. જે અંગે પાડોશીઓએ દિકરીઓના દાદા દાદીને ફોન કરતાં બનાવ સામે આવ્યો. આ ઘટના અંગે વેજલપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ આદરી છે.
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
બાળકીઓની માતાને તલાક આપવામાં આવ્યા!
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફ્લેટ માં સાવકી માતા દ્વારા બે બાળકીઓને ઢોર માર. મારવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. બનાવની વાત કરીએ તો પિડિત બંને બાળકીઓના પિતા શેરખાન પઠાણ દ્વારા તેમની માતાને તલાક આપી દેવામાં આવેલા. પહેલી પત્ની પાસેથી તલાક લીધા બાદ શેરખાન અન્ય એક મહિલા ફરહીન સાથે રહેતો હતો જ્યારે બાળકીઓએ તેમના દાદા દાદી સાથે દ્વારકા ખાતે રહેતી હતી.
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
શેરખાન એનડીપીએસના કેસમાં પાલનપુર જેલમાં બંધ
શેરખાને બંને બાળકીઓની ફરહીન સાથે માતા તરીકે ઓળખ કરાવી હતી. શેરખાન એનડીપીએસના કેસમાં પાલનપુર જેલમાં બંધ છે. આ સમયે ફરહીને બંને દિકરીઓ અને તેના ભાઇને પિતા સાથે મુલાકાત કરાવવાના બહાને અમદાવાદ બોલાવ્યા હતા. બંને બાળકીના દાદી ના કહેવા પ્રમાણે ૧૧ જાન્યુઆરીએ સાવકી માતાએ દિકરીઓને ઢોર માર માર્યો હતો જેના કારણે બંને બેભાન થઇ ગઇ હતી.
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
બાળકીના માથામાં અને પગમાં ટાંકા
14 વર્ષ અને 7 વર્ષની બાળકીને સાવકી માતા દ્વારા ડંડા, ગીઝર પાઇપ અને બેટ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો તે હોટલમાં અને ઘરેલુ કામ કરાવવા માટે બાળકીને હેરાન કરતી હતી. રાત્રે મારીને બાળકી પાસે કામ કરાવવામાં આવતો હતો. મારને કારણે બાળકીના માથામાં અને પગમાં ટાંકા આવ્યા છે. એક બાળકીને આંખમાં ડંડો ફટકારતા લોહીના નિશાન જામી ગયુ છે. પિડિત બાળકીઓના દાદા દાદીનો એવો પણ દાવો છે કે ફરહીન બાળકીઓ પાસે હોટલમાં કામ કરાવતી હતી. પિડિત બાળકીનો દાવો છે કે સાવકી માતાએ રાત્રીના ૧૧ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી માર માર્યો હતો.
₹300ને પાર જશે મુકેશ અંબાણીનો આ શેર ! કંપનીએ ત્રિમાસિક પરિણામો કર્યા જાહેર
બાળકીઓએ રમકડાં માંગતા ડંડાથી માર મરાયો
વેજલપુર પોલીસ મથકે નાંધાયેલી ફરિયાદ અંગે એમ ડીવીઝન એસીપી એ બી વાળંદે કહ્યું હતુ કે સાવકીમાતાએ 11 જાન્યુઆરીએ બાળકોને ઢોર માર માર્યો હતો. બાળકોનો અતિશય રડવાનો અવાજ આવતા પડોશીઓ છોડાવવા ગયા હતા. બંને બાળકીઓના પિતા NDPS કેસમાં પાલનપુરથી જેલમાં બંધ છે. શેરખાન પઠાણ માર મારનાર મહિલા પરિવાર સાથે લગ્ન કર્યા વગર રહે છે. પ્રાથમિક તપાસમાં બાળકીઓએ રમકડાં માંગતા ડંડાથી માર મારવામાં આવ્યો હતો બાળકીઓને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ ચાલી રહી છે.
આ સરકારી કંપની પર રોકાણકારો ફિદા, કહ્યું: રોકાણ કરી દેજો, કિંમત 360 રૂપિયા જશે
પોલીસે સાવકી માતાને શોધવા કવાયત હાથ ધરી
બાળકીઓ પર કેટલો અમાનુષી અત્યાર થયો હતો તેનો પુરાવો શરીરના રહેલા ડામના વિડિયો પરથી મળે છે. વેજલપુર પોલીસે સાવકી માતાને શોધવા કવાયત હાથ ધરી છે, જ્યારે તે પોલીસના હાથે પકડાશે ત્યારે બાળકીઓ પર થયેલા અત્યાર ચારની સાચી હકિકત સામે આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે