Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે: ત્રણ પૂર્વ પ્રમુખોએ સમારોહમાંથી ચાલતી પકડી, 1 દિગ્ગજ નેતા સીધા ભાજપમાં જ જોડાયા

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. કોંગ્રેસને માંડ માંડ 6 મહિને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા હતા. જેની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધીભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદગ્રહણ પહેલા જગદીશ ઠાકોરે કેક કાપી હતી. જો કે આ ઉત્સવમાં કોંગ્રેસનાં ત્રણેય પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓના મોઢા વિલા દેખાયા હતા. આ ઉપરાંત જગદીશ ઠાકોર કેક કટિંગમાં પહોંચ્યા તો ત્રણેય નેતાઓએ ચાલતી પકડી હતી. જેના પગલે કોંગ્રેસમાં જુથવાદ હજી પણ યથાવત્ત હોવાનું સ્પષ્ટ રીતે દેખાયું હતું. આટલા જુથ ઓછા પડતા હોય તેમ જગદીશ ઠાકોરનાં આવવાથી વધારે એક જુથ પડી ગયું હોવાનું લાગી રહ્યું છે. 

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે: ત્રણ પૂર્વ પ્રમુખોએ સમારોહમાંથી ચાલતી પકડી, 1 દિગ્ગજ નેતા સીધા ભાજપમાં જ જોડાયા

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. કોંગ્રેસને માંડ માંડ 6 મહિને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા હતા. જેની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધીભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદગ્રહણ પહેલા જગદીશ ઠાકોરે કેક કાપી હતી. જો કે આ ઉત્સવમાં કોંગ્રેસનાં ત્રણેય પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓના મોઢા વિલા દેખાયા હતા. આ ઉપરાંત જગદીશ ઠાકોર કેક કટિંગમાં પહોંચ્યા તો ત્રણેય નેતાઓએ ચાલતી પકડી હતી. જેના પગલે કોંગ્રેસમાં જુથવાદ હજી પણ યથાવત્ત હોવાનું સ્પષ્ટ રીતે દેખાયું હતું. આટલા જુથ ઓછા પડતા હોય તેમ જગદીશ ઠાકોરનાં આવવાથી વધારે એક જુથ પડી ગયું હોવાનું લાગી રહ્યું છે. 

fallbacks

VADODARA: યુવતી પર દુષ્કર્મ નહી, ઓએસિસ સંસ્થાના સંચાલકોને જેલના સળીયા પાછળ ધકેલાશે?

જો કે હવે કોંગ્રેસ સારા દિવસોની રાહ જોઇ રહ્યું હતું ત્યાં, ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કોંગ્રેસ તરફથી પૂર્વ રાજ્યસભા સાંસદ  રહી ચુકેલા સાગર રાયકાએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. તેઓએ કોંગ્રેસમાંથી અધિકારીક રીતે ભાજપમાં જોડાયા હતા. જેના પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતનાં દિગ્ગજ નેતાઓ પૈકીનું સૌથી મોટુ નામ સાગર રાયકા છે. તેઓ ઓબીસી સમાજમાં મજબુત પકડ ધરાવતા નેતા હતા. જો કે ગમે તે કારણોથી તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More