Home> Gujarat
Advertisement
Prev
Next

વાઈબ્રન્ટ ગુજરાતનું મેનુ નક્કી! વિદેશી મહેમાનો જિંદગીમાં નહિ ભૂલે તેવા સ્વાદનું ભોજન પીરસાશે

Vibrant Gujarat : વાઈબ્રન્ટમાં નોનવેજ નહીં ભુરિયાઓ ઝાપટશે શુદ્ધ શાકાહારી ભારતીય ભોજન... ત્રણ દિવસનો આખો મેનુ આવો હશે... ત્રણ દિવસ ખાસ થાળી તૈયાર કરાશે 

વાઈબ્રન્ટ ગુજરાતનું મેનુ નક્કી! વિદેશી મહેમાનો જિંદગીમાં નહિ ભૂલે તેવા સ્વાદનું ભોજન પીરસાશે

Vibrant Gujarat Menu : ગુજરાતમાં હાલ વાઈબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્રણ દિવસની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશમાંથી અનેક મહેમાનો આવશે. 136 દેશોમાંથી ડેલિગેટ્સ આવવાના છે. ત્યારે વાઈબ્રટ ગુજરાત સમીટના મહેમાનોને શું પીરસાશે તે સૌ જાણવા માંગે છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતનો મેનુ સામે આવી ગયો છે. એક વાત તો પાક્કી છે, વિદેશી મહેમાનોને નોન-વેજ નહી અપાય. પરંતુ તેમને ગુજરાતની જ સ્વાદિષ્ટ વાનગીઓ પિરસવામા આવશે.

fallbacks

ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર ભોજન પીરસાશે
વાઈબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનોને નોનવેજ નહિ પીરસાય, પંરતુ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામા આવશે. આ માટે ‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસાશે. તો સાથે જ મિલેટસની વાનગીઓ પણ પીરસવામાં આવશે. પ્રથમ દિવસે ડિનર માટે ગયા હતા ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર તમામ મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે.

Weather Forecast : ગુજરાતના આ જિલ્લાવાળા ખાસ સાચવજો : 8 થી 10 જાન્યુઆરીએ છે વરસાદની મોટી આગાહી

વાઈબ્રન્ટ ઈવેન્ટની આવી હશે ભારતીય થાળી 

  • સલાડ, પાપડ, અથાણુ, ફુદીનાની ચટણી
  • બાજરી અને બીટની ટિક્કી ચાટ
  • અંજીર દહી કા કબાબ
  • સબ્જ બદામી સોરબા સૂપ
  • કાજુ કેસરની ગ્રેવીમાં શાહી પનીર
  • ગોવિંદ ગટ્ટા કરી
  • એક્ઝોટિક વેજિટેબલ લઝાનિયા
  • હરી મુંગ કી દાલ કા તડકા
  • અમૃતસરી કુલ્ચા, ફુલ્કા અને રાગીની રોટલી
  • મોતીચુર ચીઝ કેક વિથ બ્લ્યૂ બેરી
  • માલપુઆ સાથે લછ્છા રબડી
  • સીઝનલ કટફ્રુટ અને ચા તથા કોફી

ગુજરાતમાં સીધા અડધા ભાવે મળશે ગેસનો સિલિન્ડર, આ પરિવારોને મળશે તેનો સીધો લાભ

10 જાન્યુઆરીનું મેનુ
10 જાન્યુઆરીએ સમિટના ઉદઘાટન બાદ પહેલી દિવસની બપોરે લંચમાં ટેસ્ટ ઓફ ભારત નામની થાળી પીરસાશે. તો સાંજે ટેસ્ટ ઓફ ગુજરાત થાળી પિરસવામાં આવશે. જેમા ખીચડી-કઢીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

11 જાન્યુઆરીનું મેનુ
11 જાન્યુઆરીએ બપોરે લંચમાં ટેસ્ટ ઓફ મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, મકાઈ, રાગી સહિતના ધાનમાંથી તૈયાર થતી વાનગીઓ પિરસવામાં આવશે. આ દિવસે સાંજે પ્રોગ્રામની સાથે નેટવર્કિંગ ડિનરનું પણ આયોજન કરાયું છે. 

12 જાન્યુઆરીનું મેનુ
12 જાન્યુઆરીએ ટેસ્ટ ઓફ કાઠિયાવાડ થાળી મહેમાનોને ધરાવાશે. જેમાં લંચમાં રિંગણનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ થાય છે. 

ભાજપે બોલાવી મોટી મીટિંગ : 52 નેતાઓને આવ્યું તેડું, આ ખાસ બેઠક કમલમમાં નહિ યોજાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More