હીતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે કેટલાક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા, જેના સંદર્ભમાં સરકારે આપેલા કેટલાક જવાબ ચોંકાવનારા હતા. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું કે, વાઈબ્રન્ટ સમિટ- 2019ના આયોજન પાછળ સરકાર દ્વારા રૂ.77 કરોડ 90 લાખ 50 હજારથી વધુનો ખર્ચ કરાયો હતો.
સાથે જ સરકારે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ-2019માં કુલ મૂડીરોકાણ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. એટલે વાઇબ્રન્ટ સમિટ-2019માં કેટલા MOU થયા તે બાબત ધ્યાનમાં રાખવામાં આવી નથી. વાઇબ્રન્ટ સમિટ-2017માં વોટર સપ્લાય સેક્ટરમાં કુલ 52 રોકાણ ઈરાદા મંજુર થયા હતા, પરંતુ 2019ની સ્થિતિએ તેમાંથી એક પણ પ્રોજેક્ટમાં અમલમાં મુકાયો નથી.
મહેમદાબાદના ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ દ્વારા પૂછાયેલા વાઈબ્રન્ટ સમિટ - 2019 સંદર્ભના એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત 2017માં વોટર સપ્લાય સેક્ટરમાં 52 ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન મંજુર થયા હતા. તે પૈકી 21 પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા છે, પરંતુ હજુ સુધી એક પણ પ્રોજેક્ટ અમલીકરણની પ્રક્રિયામાં આવ્યો નથી.
દારૂબંધીની ઐસીતૈસી...! રાજ્યમાં રોજનો 35 લાખનો દારૂ પકડાય છેઃ ખુદ સરકારનો સ્વીકાર
25માંથી 15 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા
દિયોદરના ધારાસભ્ય એ સવાલ પુછ્યો હતો કે, વાઈબન્ટ સમીટ-2019માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવવા માટે કયા અને કેટલા દેશને આમંત્રણ આપવામાં આવ્યું હતું? તેમના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, 2019ની વાઈબન્ટ સમીટમાં કુલ 25 દેશોને પાર્ટનર કન્ટ્રી બનવાની ઓફર કરાઈ હતી. જેમાંથી 10 દેશ દ્વારા ગુજરાત સરકારની વાઈબ્રન્ટ સમીટમાં ભાગીદાર બનવાની ઓફર ફગાવી દેવાઈ હતી. સમિટમાં ભાગીદાર બનવાની ઓફર ફગાવી દેનારા બ્રિટન, બાઝીલ, સિંગાપુર, મલેશિયા, ઓમાન, અમેરિકા, સ્વીડન, રશિયા, ઇથોપિયા અને જર્મની જેવા વિશ્વના ટોચના દેશ હતા.
કોંગ્રેસનું ખેડૂતોના દેવામાફીનું બિન-સરકારી વિધેયક વિધાનસભામાં બહુમતિથી ફગાવાયું
નવાઈની વાત એ છે કે, કન્ટ્રી પાર્ટનર તરીકે આ દેશો વાઈબ્રન્ટ સમીટમાં ભાગ લે તેના માટે ગુજરાત સરકાર તેમના ઉચ્ચ અધિકારીઓને આ દેશમાં મોકલતા હોય છે. જેઓ ગુજરાતમાં રોકાણ અંગે આ દેશોને તૈયાર કરવા સહિત સમિટમાં ભાગીદાર બનવા માટે આમંત્રણ આપતા હોય છે. જોકે, ગુજરાત સરકારે નક્કી કરેલા 25માંથી માત્ર 15 દેશ જ પાર્ટનર કન્ટ્રી બનવા તૈયાર થયા હતા અને અન્ય 10 દેશે ગુજરાતની ઓફર ફગાવી દીધી હતી. આમ, ગુજરાતના અધિકારીઓ વિશ્વના ટોચના દેશોને ગુજરાત પ્રત્યે આકર્ષવામાં નિષ્ફળ ગયા હતા.
બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત
ટેક્સટાઈલ અને એપરલ સેક્ટર
અન્ય એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત-2017માં રાજ્યમાં ટેક્સટાઇલ અને એપરલ સેક્ટરમાં કુલ 159 રોકાણ ઈરાદા મંજૂર થયા હતા. જેમાંથી 31 માર્ચ 2019ની સ્થિતિએ 107 પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા છે અને હાલ માત્ર 24 પ્રોજેક્ટ જ અમલીકરણના તબક્કામાં છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે