Home> Gujarat
Advertisement
Prev
Next

Vibrant Summit 2019: કુલ 29 હજારથી વધારે MoU થયા, MSME સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકાણની આશા

Vibrant Gujarat Summit એક રીતે ઉદ્યોગ જગત માટે ઓક્સીજન સમિટ સાબિત થઇ છે. અહીંયા દેશ-વિદેશના પોલિસી મેકર પણ આવ્યા જે ઉદ્યોગ જગતની નીતિ બનાવે છે.

Vibrant Summit 2019: કુલ 29 હજારથી વધારે MoU થયા, MSME સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકાણની આશા

ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો રવિવારે ત્રીજો અને અંતિમ દિવસ હતો. આશા છે કે આ સમિટમાં ઇન્ફ્રા, MSME, સ્માર્ટ સિટી, ટેક્સટાઇલ, શિક્ષણ સહિત અન્ય ક્ષેત્રોમાં રોકાણ માટે એમઓયુ પર સહીં કરવામાં આવી છે. સૌથી વધારે સૂક્ષ્મ તથા લઘુ ઉદ્યોગ ક્ષેત્ર (એમએસએમઇ)માં 21 હજાર એમઓયુ પર સહીં કરવામાં આવી છે. સંપૂર્ણ સમિટમાં કુલ 29 હજારની આસપાસ એમઓયુ પર સહીં કરવામાં આવી છે. ગુજરાત સરકારનું લક્ષ્ય હશે કે જે કંપનીઓએ રોકાણની જાહેરાત કરી છે તેઓ જલ્દી રોકણ પ્રક્રિયા પણ શરૂ કરે.

fallbacks

વધુમાં વાંચો: 2002 ના રમખાણો બાદ બગડેલી છબિને સુધારવામાં મદદગાર રહ્યું વાઈબ્રન્ટ ગુજરાત: વિજય રૂપાણી

18 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટની 9મી શ્રૃખંલાને લોન્ચ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં, ભારત વિશ્વમાં શ્રેષ્ઠ દેશ બનશે જે વ્યવસાય કરવા માટે યોગ્ય છે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, 1991 પથી જો વ્યાવસાય કરવા માટે કોઇ સારો સમય છે તો તે અત્યારે છે.

વધુમાં વાંચો: વાઈબ્રન્ટ ગુજરાત 2019: નવી ટેક્ષટાઇલ નીતિમાં પણ ટેક્ષમાં કોઇ વધારો નથી: સ્‍મૃતિબેન ઇરાની

વાયબ્રન્ટ સમિટના પહેલા દિવસે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, એસ્સાર ગ્રુપ સહિત મોટા દિગ્ગજોએએ મંચ પર 3.86 લાખ કરોડ રૂપિયાનું ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્રણ દિવસમાં 28 હજારથી વધારે એમઓયુ પર સહીં કરવામાં આવી છે અને લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરવાની લોકોએ ઇચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહીં ટ્રેડ શોમાં તો બીટૂબીમાં ઉદ્યોગપતિઓએ 15 હજાર કરોડના પ્રોડક્ટ પણ લીધા અને તેમના એમઓયુ પર સહીં કરી છે.

વધુમાં વાંચો: Vibrant Gujarat 2019: મહેસૂલ વિભાગ રૂ. ૧ના ટોકન દરે ભાડે જમીન ફાળવવામાં આવશે

વાયબ્રન્ટ ગુજરાત સમિટ એક રીતે ઉદ્યોગ જગત માટે ઓક્સીજન સમિટ સાબીત થઇ છે. અહીંયા દેશ-વિદેશના પોલિસી મેકર પણ આવ્યા જે ઉદ્યોગ જગતની નીતિ બનાવે છે. અહીંયા એક જ મંચછી તેમણે બધાને વિચાર-વિમર્શ કરવા નહીં તેના બદલે ભવિષ્યનો રોડમેપ બનાવવાની તક પણ મળી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More