બુરહાન પઠાણ/આણંદ: વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટી આયોજીત લાઈવ કોન્સર્ટમાં યુનિવર્સીટીનાં કુલપતિ અને રજીસ્ટાર 'લડકી અખીયા મારે' ગીત પર ઠુમકા મારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતમાં વરસાદ છોતરા કાઢી નાંખશે! વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોમાં મેઘો વરસશે
વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટી આયોજીત લાઈવ કોન્સર્ટમાં કુલપતિ નિરંજન પટેલ અને રજીસ્ટાર ભાઈલાલભાઈ પટેલ સ્ટેજ પર લડકી અખીયા મારે ગીત પર ઠુમકા મારતો વિડીયો વાયરલ થયા બાદ ચકચાર મચી જવા પામી છે,આ મામલે યુનિવર્સીટીનાં પૂર્વ સિન્ડીકેટ મેમ્બર અલ્પેશ પુરોહિતએ કુલપતી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની વાતો કરતા કુલપતિ સ્ટેજ પર લડકી અખીયા મારે ગીત પર ઠુમકા મારીને વિદ્યાર્થીઓને કઈ સંસ્કૃતિ શીખવવા માંગે છે.
અપડેટ; 1.15 કરોડ લોકોનો વધ્યો પગાર, ક્યારે મળશે વધારવામાં આવેલું મોંઘવારી ભથ્થું?
જો કે સમગ્ર મામલે કુલપતિએ વિડીયોનું ખંડન કરતા જણાવ્યું હતું કે લાઈવ કોન્સર્ટમાં દિપ પ્રાગટય બાદ ઉપસ્થિત દર્શકોમાં ઉત્સાહ લાવવા માટે માત્ર દસ સેકન્ડ માટે ફકત હાથની મુવમેન્ટથી વાર્મઅપ કરવામાં આવ્યું હતું અને વાર્મઅપને ઠુમકા કહી શકાય નહીં.
કોરોના પછી ભૂકંપની પણ સાચી પડી ભવિષ્યવાણી, આ છોકરાએ 21 દિવસ પહેલા કરી હતી આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે