Home> Gujarat
Advertisement
Prev
Next

વહીવટી તંત્રનો પોલ ખોલતો વીડિયો, ગાય દોડીને ટોળા વચ્ચે ઘૂસી અને નીતિન પટેલને નીચે પટક્યા

Cow Attack On Nitin Patel : હર ઘર તિરંગા રેલીમાં કેવી રીતે નીતિન પટેલ પર ગાયે હુમલો કર્યો, ઘટનાનો આવ્યો વીડિયો

વહીવટી તંત્રનો પોલ ખોલતો વીડિયો, ગાય દોડીને ટોળા વચ્ચે ઘૂસી અને નીતિન પટેલને નીચે પટક્યા

મહેસાણા :થોડા દિવસ પહેલા કડીમાં સ્કૂલનો વિદ્યાર્થી ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક રખડતી ગાયે તેને અડફેટે લઈને ઈજાગ્રસ્ત કર્યો હતો. પરંતુ આજે ફરીથી કડીના રસ્તા પર એવુ જ બન્યુ છે. રખડતી ગાયે સામાન્ય માણસ નહિ પરંતુ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પર હુમલો કર્યો હતો. ત્યારે આ મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. આજે એક નેતાને ગાયે અડફેટે લીધા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર તિરંગા રેલી દરમિયાન રખડતી ગાયે હુમલો કર્યો હતો. રેલીમાં ટોળા વચ્ચે ગાય દોડતી આવી હતી અને ચારપાંચ જણાને નીચે પાડી દીધા હતા. જેમાં નીતિન પટેલ પણ ઘાયલ થયા છે. તેમના પગના ભાગે ઈજા પહોંચી છે. 

fallbacks

જુઓ ઘટનાનો વીડિયો, કેવી રીતે ગાયે નીતિન પટેલ પર હુમલો કર્યો....

અત્યાર સુધી રખડતા ઢોરોનો આતંક એ સામાન્ય માણસની વ્યથા હતી, જેથી વહીવટી તંત્ર ધ્યાન આપતુ ન હતું. પરંતુ આ ઘટના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સાથે બની છે. નીતિન પટેલ જેવા કદાવર નેતાને ભીડ વચ્ચે ગાયે અડફેટે લીધા છે. નીતિન પટેલ તિરંગો હાથમાં લઈને ઉભા હતા, ત્યારે જ ટોળા વચ્ચે ગાય દોડતી આવી હતી. કડીના કરણપુર શાકમાર્કેટ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યાં અચાનક કાર્યક્રમમાં ગાય ઘૂસી ગઈ હતી, અને ચાર પાંચ જણાને નીચે પાડી દીધા હતા. નીતિન પટેલના પગે ઈજા પહોંચતા એક્સ રે કરાવ્યો તેમાં ઢીંચણના ક્રેક દેખાઈ છે. સિટી સ્કેન કરાવતા 20 દિવસનો આરામ કરવા કહેવાયું છે.

આ પણ વાંચો : સરદાર પર સપ્તરંગી અભિષેક, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આકાશમાંથી તિરંગો ફરક્યો હોય તેવો નજારો સર્જાયો

આવુ રાજ્યના અનેક નાગરિકો સાથે બને છે. સ્માર્ટ રાજ્યમાં ફરતા ઢોરોની સમસ્યા આજકાલની નથી, છતાં વહીવટી તંત્ર તેના પર ધ્યાન આપતુ નથી. ત્યારે આ ઘટના બાદ શું હવે વહીવટી તંત્ર લોકોની મુશ્કેલીઓ સમજશે કે પછી ફરીથી રખડતા ઢોરોનો અડીંગો રહેશે. અનેકોના જીવ પણ ગયા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી. ગુજરાતમાં રખડતા ઢોરોને નિયંત્રણમાં લાવવાના કોઈ કાયદા કે નિયમો અમલમાં નથી. અમલ કરવાની વાત આવે ત્યારે સરકાર કેમ ચૂપ થઈ જાય છે.

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ લાંબા સમયથી યથાવત છે. આજે કડીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લેતા તેમને હેરલાઈન ફ્રેક્ચર થયું છે. કડીમાં તિરંગાયાત્રા દરમિયાન આ ઘટના બની. આ પહેલા પણ કડીમાં શાળાએ જતા વિદ્યાર્થીને ઢોરે અડફેટે લેતા તેને ઈજાઓ થઈ હતી. ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ ઢોરનો ત્રાસ જોવા મળે છે. પાટણમાં ભરબજારે આખલા યુદ્ધ ચડ્યા અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું. આખાલના યુદ્ધના કારણે વાહનના માલિકોને હજારો રૂપિયાનું નુકસાન થયું છે. આવા જ દ્રશ્યો રાજકોટના ધોરાજીથી સામે આવ્યા. જ્યા ભરબજારે 3-3 આખલા યુદ્ધે ચડ્યા અને આસપાસથી પસાર થતા લોકોના જીવ ઊંચા કરી દીધા. તો પંચમહાલમાં પણ ભરબજારે આખલા .યુદ્ધ ચડ્યા અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા. આવા તો અનેક કિસ્સાઓ છે. સવાલ એ છે કે, આખરે આ આખલાઓથી કે રખડતાં ઢોરના આતંકથી આઝાદી ક્યારે મળશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More