ઝી બ્યુરો/સુરત: આજકાલ અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે અમુક અકસ્માતો તો એવા હોય છે જેના પર વિશ્વાસ મૂકવો ભારે પડી જાય છે. ત્યારે ગુજરાતીમાં એક કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, જે સુરતમાં સાચી પડી છે. સુરતના રિંગરોડ ઓવર બ્રિજ પર બાઈક અકસ્માતનો હૃદય હચમચી જાય એવો એક વીડિયો સામે આવ્યો છે. અકસ્માતનો વીડિયો ગાડીના ડેશ કેમેરામાં થયો કેદ થયો છે. આ ઘટનામાં બેફામ રીતે જતો બાઈક ચાલક ઓવરટેક કરવા જતાં બ્રિજની પાળી સાથે અથડાયો હતો. સદ્દનસીબે બ્રિજ પરથી નીચે પટકાતા બચ્યો હતો. પરંતુ તેનું બાઈક 100 ફૂટ સુધી આપમેળે દોડી જઈ નીચે પડ્યું હતું.
કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો, ગુજરાતમાં શિયાળાને લઇને અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી
શું બની સમગ્ર ઘટના?
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના રિંગ રોડ ઓવરબ્રિજ પર બાઈક પર ઓવર સ્પીડમાં જઈ રહેલા બાઈક ચાલક ઓવરટેક કરવા જતાં બ્રિજની પાળી સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પટકાતાં માંડ માંડ બચ્યો હતો. જ્યારે બાઈક પરથી ચાલક પટકાતાં બાઈક આપોઆપ 100 ફૂટ સુધી દોડી હતી અને બાદમાં પડી ગઈ હતી. જોકે આ ઘટનામાં બાઈકચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના પાછળ ચાલતી કારના સીસીટીવીમાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.
સુરતમાં પૂરપાટ ઝડપે જતા બાઈક ચાલકનો અકસ્માત, કારને ઓવરટેક કરતાં સમયે બ્રિજ સાથે અથડાયો..#Surat #Accident #News #ZEE24Kalak pic.twitter.com/ASGS585Eiz
— Zee 24 Kalak (@Zee24Kalak) October 8, 2023
વધુ એક હૃદય ધબકારો ચૂક્યો! પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા યુવકને હાર્ટ એટેક
શું છે વાયરલ વીડિયોમાં?
આ ઘટનાનો વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બ્રિજ પર પૂરપાટ ઝડપે દોડી રહેલો એખ બાઈકસવાર કારને ઓવરટેક કરી રહ્યો છે. બાઈક સવાર કારને ઓવરટેક કરે છે ત્યારે બરાબર ડાબી બાજુ વળાંક આવે છે, જેના કારણે બાઈકસવાર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બ્રિજની પાળી સાથે અથડાઈ છે. તે વખતે યુવાનના હાથમાં બાઈક છૂટી જાય છે અને ઊછળીને પાળી પર પટકાય છે. જોકે સદ્દનસીબે યુવાન પાળી પરથી નીચે પડતો અટકી જાય છે. જોકે બાઈક આપમેળે બ્રિજ પર ચાલે છે, એને પકડવા માટે યુવાન પણ ઊભો થઈ પાછળ દોડવા લાગે છે. બાઈક 100 ફૂટ જેટલા અંતરે પડી જાય છે અને યુવાન પણ બાઈકને ઊભી કરી ફરી નીકળી જાય છે.
અમિત ચાવડાના નિવેદનથી રાજનીતિમાં ગરમાવો,'ભાજપમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે