Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO - સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

ધારી(Dhari) ગીર પૂર્વના(Gir East) વીરપુરથી ગઢીયા વચ્ચેનો વીડિયો(Video) હોવાનું અનુમાન. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે. વન વિભાગે વાહનચાલકને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી.

VIDEO - સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

અમરેલીઃ રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહને(Asiatic Lion) પજવણી કરવાની ઘટનાઓ અવાર-નવાર આવતી રહે છે. આજે મંગળવારે(Tuesday) ફરી આવો જ એક વીડિયો વાયરલ(Video Viral) થયો છે, જેમાં સડક પરથી પસાર થઈ રહેલા બે સિંહને(Lion) પરેશાન કરવામાં આવી રહ્યા છે. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે. 

fallbacks

ધારી(Dhari) ગીર પૂર્વના(Gir East) વીરપુરથી ગઢીયા વચ્ચેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. દિવસ દરમિયાને બે સિંહ જ્યારે સડક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કારચાલકે તેમની પાછળ વાહન ચલાવીને તેમને પરેશાન કર્યા હતા. આટલું જ નહીં કારચાલકે તેમનો વીડિયો પણ ઉતાર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

વીડિયોમાં(Video) દેખાય છે તે મુજબ, સફેદ કલરની કારમાં બેસેલી એક વ્યક્તિ મોબાઈલમાં વીડિયો ઉતારી રહી છે. કારચાલક એક્સીલેટર દબાવીને વાહનનો અવાજ કરીને સિંહને ડરાવાનો પ્રયાસ કરે છે. કારમાં ત્રણથી ચાર વ્યક્તિ બેઠી હોય અને વાતો કરતા હોય એવો અવાજ આવી રહ્યો છે. 

કમોસમી વરસાદઃ કેશોદ, મેંદરડા, માળિયા હાટીના ભીંજાયા, 4-5 ડિસેમ્બર વરસાદની આગાહી

વન વિભાગના ધ્યાનમાં આ વીડિયો આવ્યા પછી વાહનચાલકને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગીરના સિંહ હવે સ્થળાંતર કરીને ચોટીલા તરફ પહોંચ્યા હોવાના સમાચાર આવ્યા હતા. શું સિંહોની આવી રીતે અવાર-નવાર કરાતી પજવણી તેમના સ્થળાંતર પાછળ જવાબદાર છે? 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More