Home> Gujarat
Advertisement
Prev
Next

સુ.નગરમાં વિદ્યાર્થીઓની SSCની પરીક્ષા કે મોતની પરીક્ષા, વીડિયો થયો વાયરલ

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવતા જતા હોય છે. ત્યારે પ્રાઇવેટ સાધનોમાં જીવના જોખમે મુસાફરી કરતા હોય છે. જેને એક વીડિયો વાયરલ થયો છે.

સુ.નગરમાં વિદ્યાર્થીઓની SSCની પરીક્ષા કે મોતની પરીક્ષા, વીડિયો થયો વાયરલ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓએ SSCની પરીક્ષા આપ્યા બાદ મોતની સવારીમાં સફરનો વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસરાર, રાજ્યમાં હાલ SSCની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવતા જતા હોય છે. ત્યારે પ્રાઇવેટ સાધનોમાં જીવના જોખમે મુસાફરી કરતા હોય છે. જેને એક વીડિયો વાયરલ થયો છે.

fallbacks

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક પીકઅપ વાનમાં 40થી 50 બાળકો ઘેટા બકરાની જેમ ભર્યા છે. જ્યારે કેટલાક બાળકો તો આ પીકઅપ વાન પર લટકાત પણ જોવા મળ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે એક બાઇક સવારે આ વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે, આ બાળકો બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે કે મોતની પરીક્ષા આપી રહ્યાં તે પશ્ન ઉભો થઇ રહ્યો છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More