વડોદરા: લોકસભા ચૂંટણીને હેવ ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપના ધારાસભ્યના વિવાદીત નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરામાં યોજાયેલ ભાજપની જાહેર સભા દરમિયાન વાઘોડીયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો મતદારોને ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વધુમાં વાંચો: તબીબે સારવાર કરવાની ના પાડી તો પુત્રએ જાતે કરી પિતાની ટ્રિટમેન્ટ, વીડિયો થયો વાયરલ
લોકસભા ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે 3 એપ્રિલના રોજ વડોદરામાં ભાજપની જાહેર સભા દરમિયાન વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવારસ્તે મતદારોને ભાજપ તરફી મતદાન કરવા ધમકી આપતા જણાવ્યું હતું કે, દરેક બુથમાં કળમ ખીલવું જોઇએ, ભાજપને મત નહી તો ઠેકાણે લગાવી દઈશ આ પ્રકારની ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વધુમાં વાંચો: ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યએ જે ભાષામાં વાત કરી એ નવું નથી. ભાજપની આ જ રીત છે. અસામાજિક તત્વોનો ઉપયોગ કરી ડરનો માહોલ ઉભો કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ આનો જવાબ આપોવ જોઇએ. ભાજપ આવી ભાષાથી ચૂંટણી જીતવા નીકળી છે. તો બીજીબાજુ તેમણે ચૂંટણી પંચ દ્વારા મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે