Home> Gujarat
Advertisement
Prev
Next

Exit Poll બાદ CMએ કહ્યું-મોદી નામની સુનામી આવશે, તો Dy.CMએ આપ્યું આવું રિએક્શન...

લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. ત્યારે આ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક્ઝિટ પોલ બાદ વિપક્ષ પર કેવા વાર કર્યા તે જુઓ.

Exit Poll બાદ CMએ કહ્યું-મોદી નામની સુનામી આવશે, તો Dy.CMએ આપ્યું આવું રિએક્શન...

હિતલ પારેખ/ગાંધીનગર:લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. ગુજરાતમાં ગત વખતની 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે. જ્યારે ટીવી 9-સીવોટરના સર્વે મુજબ કોંગ્રેસને 4 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપના ફાળે 22 બેઠકો જઈ શકે છે. આ 4 બેઠકો કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી મળી શકે તેવું કહેવાઈ રહ્યું છે. ત્યારે આ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક્ઝિટ પોલ બાદ વિપક્ષ પર કેવા વાર કર્યા તે જુઓ.

fallbacks

અમદાવાદ : બેડરૂમમાં મહિલાની ગોળી વાગેલી લાશ મળી, પતિ ફરાર, હત્યા કે આત્મહત્યા?

સીએમ વિજય રૂપાણીનો ઈન્ટરવ્યૂ
મોદી લહેર નહિ, પંરતુ મોદી નામની સુનામી થવાની છે. ગુજરાતના લોકોમાં તેમને વડાપ્રધાન બનાવવા માટે ઘણો ઉત્સાહ હતો. મારું સ્પષ્ટ અનુમાન છે કે, 26 સીટ ભાજપ જીતશે. દેશમાં વધુ બહુમત મોદી સરકાર દ્વારા દેશને મળશે તેવી મારી આશા છે. મોદી લહેર નહિ, પણ ઝંઝાવાતી લહેર છે. પોલિટીકલ પંડિતોના હિસાબ-કિતાબ કરતા વધુ સીટ મળશે.

ZEE 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલનું તંત્ર જાગ્યું, ડિપોઝીટની મોટી રકમ લેવાનો નિર્ણય બદલ્યો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ઈન્ટરવ્યૂ :
એક્ઝિટ પોલ ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે, પ્રજાના માનસમાં નક્કી જ હતું કે નરેન્દ્ર મોદીને પુનઃ પ્રધાનમંત્રી બનાવવાના છે, જે એક્ઝિટ પોલમાં દેખાય છે. ભાજપ સરકારને એક્ઝિટ પોલ કરતાં સારી બેઠક મળશે. મહાગઠબંધન મહામિલાવટ ગઠબંધન સાબિત થયું છે. જેમાં વ્યક્તિગત ઈચ્છાઓ સામે આવી છે. કોઈપણ પ્રકારનુ ગઠબંધન બન્યું નથી, અને બન્યું તો ટક્યું નથી. લોકોએ મતદાન કર્યુ છે. તમામ સરવેમાં નરેન્દ્ર મોદીને બહુમત આપી છે. એક્ઝિટ પોલ ભલે કાલે જાહેર થયા હોય, અમે લોકોની વચ્ચે ફર્યા છીએ. પ્રજાની નાડ અમે પારખી હતી કે, નરેન્દ્ર મોદી ફરી સત્તા પર આવે છે. વિશ્વમાં ભારતનુ ગૌરવ વધારવા ફરી મોદી પ્રધાનમંત્રી બનશે. કોંગ્રેસ અને કહેવાતા એમના સાથી પક્ષો બધાએ હાથમાં હાથ મીલાવી એવા દ્રશ્યો જોયા હતા, પરંતુ ચુંટણી નજીક આવતા જ એમની સત્તા લાલસા જાગી હતી. કોઇ સાથે રહ્યા નથી. એક મંચ પર ફોટો પડાવાનાર બધા સામ સામે લડ્યા છે. વડાપ્રધાને તેને મહામિલાવટ કહ્યું છે. એમને દેશ માટે નહિ, વ્યક્તિગત મહત્વકાંક્ષા હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More